90નાં દાયકાની લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી આજે કરી રહ્યા છે આવું કામ જાણીને આશ્ચય થશે!…

ભાવિની જાનીએ 90 દાયકાથી લઈને હાલની અર્બન ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે, ત્યારે તેમના જીવન વિશે આપણે જાણીએ. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1956માં થયેલો અને તેમણે જયહિંદ હાઈસ્કૂલ, મણિનગરમાંથી માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરેલ છે.

ત્યારબાદ ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવેલ છે. સ્વામિનારાયણ કૉલેજ, શાહઆલમ ખાતે પોતાની સેવા આપેલ છે. પોતાની કારકિર્દી ગુજરાતી અભિનેત્રી તરીકે વિકસાવેલ છે.

ગુજરાતી ભાષાની જાણીતી બનેલી ટીવી શ્રેણી ‘કાકા ચાલે વાંકા’માં તેમણે કાકી તરીકેનો રોલ કરી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. ‘જાગ્યા ત્યારથી સવાર’ નામની એક જાણીતી ટીવી શ્રેણીમાં મુખ્ય ભૂમિકા ભજવી સામાજિક જાગૃતીની ચેતના જગાવી હતી છે.

અમદાવાદમાં દીકરી દિનની ઉજવણી વગેરે જેવી સામાજિક પ્રવૃત્તિઓ અને સામાજિક સેવાઓમાં સતત કાર્યરત છે. સાજણ વિના સૂનો સંસાર, ઢોલો મારા મલકનો વગેરે અનેક ગુજરાતી ફિલ્મોમાં યાદગાર અભિનય આપેલ છે.


35 સીરિયલ, 80 ગુજરાતી ફિલ્મ, 20 સ્ટેજ શૉ તેમજ અનેક રેડિયો પ્રોગ્રામ કરેલ છે. વૃદ્ધ માતાઓ માટે સ્ટેન્ડ-અપ કૉમેડી શો કરે છે. 1997માં ગુજરાત સરકાર તરફથી તેમને બહાદુરી ઍવોર્ડ પ્રાપ્ત થયેલ છે, તેમજ ફિલ્મ, ટીવી, સીરિયલ અને સ્ટેજ શૉના 10થી વધુ ઍવોર્ડ મુંબઈ ટ્રાન્સમીડિયા તરફથી પ્રાપ્ત થયેલ છે.

માતૃભાષા ગુજરાતીનું ખૂબ જ ગૌરવ કરે છે અને પોતે ગુજરાતી હોવાનો ગર્વ વ્યક્ત કરે છે. ખંત, ખમીર અને ખુમારીથી ભરેલ ગૌરવશાળી ગુજરાતી સંન્નારી છે. ગુજરાતી સાહિત્યનો સારો એવો આસ્વાદ માણેલ છે. માતૃભાષા ગુજરાતીનો વિશ્વભરમાં ખૂબ જ સારો એવો પ્રચાર – પ્રસાર અને પુરસ્કાર થાય તેવી શુભભાવના વ્યક્ત કરે છે. હાલમાં પણ તેઓ ગુજરાતી વેબ સિરીઝ અને ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા છે.


ખાસ કરીને તેઓ ગુજરાતી ફિલ્મોમાં નેગેટિવ રમુજી પાત્ર ખૂબ જ ભજવ્યું છે અને એમાં પણ વાયડા કાકી તરીકે મુખ્યત્વે તેમનું પાત્ર જોવા મળતું હોય છે. હાલમાં જ તેમની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ફક્ત મહિલાઓ માટે!


આ ગુજરાતી ફિલ્મ ભાવિની જાનીએ દાદીમાનો રોલ કર્યો છે. ખરેખર 90 દશકથી લઈને અત્યાર સુધી તેઓ ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા છે. ત્યારે ખરેખે ગર્વની લાગણી અનુભવાઈ છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here