આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતીઓ ધંધાદારીમાં મોખરે હોય છે.ભલભલી વિદેશી કોલ્ડડ્રીંક્સ કંપની ને આ ગુજરતી બીઝનેસ હંફાવી દીધી હતી ! બોવ ઓછા લોકો જાણે છે કે રમેશ ચોંહાણ વિશે ત્યારે આજે અમે આપને તેમના જીવનની ખાસ વાત જણાવીશું કે, કંઈ રીતે તેમને જીવનમાં સફળતાના સોપાન સર કર્યા છે. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે. ત્યારે ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ વિસ્તુત જણાવીએ કે, આખરે કંઈ રીતે સફળતા મેળવી.
આજથી 25 વર્ષ પહેલાં ગુજરાતી કંપની થી વિદેશી કંપનીઓ ડરતી હતી કારણ કે Thumbs Up, Gold Spot, Maaza અને Limcaના જનક ગુજરાતી રમેશ ચૌહાણ છે. મોટે ભાગે દેશના સૌથી ધનિક અને સફળ બિઝનેસમેનની યાદીમાં ગુજરાતીઓ છે.રમેશજી એ એક સમયે 80 ટકાથી વધારે હિસ્સા પર એક હથ્થુ શાસન ધરાવતા હતા. તેમને ‘સોફ્ટ ડ્રિન્ક કિંગ’ તરીકે ઓળખવામાં આવતા. તેમણે ત્યાર બાદ આ બધી બ્રાન્ડ કોકા કોલાને વેચી દીધી હતી.
જીવનમાં આખરે નવેસરથી બિસ્લેરી બ્રાન્ડથી મિનરલ વોટર માર્કેટમાં ઝંપલાવ્યું હતું. 17 જુન 1940ના રોજ પિતા જયંતીલાલ અને માતા જયાબેન ચૌહાણના ઘરે રમેશભાઈનો જન્મ થયો હતો. તેઓ માતા-પિતાનું ચોથું સંતાન હતા. રમેશ ચૌહાણના દાદા વલસાડથી મુંબઈ સ્થાયી થયા હતા. દાદા મોહનલાલે વિલે પારેલમાં જમીન ખરીદી પારલે પ્રોડક્ટ શરુ કરૂ હતી. 1962માં રમેશ ચૌહાણે એમઆઈટી યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.
દાદા મોહનલાલે પારલે પ્રોડક્ટના ભાગ પાડતાં રમેશ ચૌહાણના પિતાના ભાગે સોફ્ટ બિઝનેસ આવ્યો હતો. વર્ષ 1977માં કેન્દ્રમાં જનતા સરકાર આવતા અમુક કારણોસર કોકાકોલાને પોતાનો બિઝનેસ બંધ કરવો પડ્યો હતો.તેમણે ગોલ્ડ સ્પોટ, લિમ્કા, થમ્સ અપ, સિટ્રા, માઝા જેવી બ્રાન્ડ બનાવી.રમેશ ચૌહાણે આ દરમિયાન મુંબઈમાં 4 લાખ રૂપિયામાં ઈટાલીની બિસ્લેરી કંપની ખરીદી લીધી. વર્ષ 1993 બાદ રમેશ ચૌહાણ માટે કપરો સમય શરૂ થયો હતો. કોકાકોલા કંપનીએ ભારતમાં બિઝનેસ શરૂ કર્યો અને ધીમે ધીમે રમેશ ચૌહાણનું નેટવર્ડ તોડવા લાગી
વધતી હરિફાઈના કારણે અથાગ મનોમંથન બાદ રમેશ ચૌહાણે કોકા કોલાને પોતાની બ્રાન્ડ 50 કરોડ ડોલરમાં વેચી દીધી. આ રીતે રમેશ ચૌહાણે સોફ્ટ ડ્રિન્ક બિઝનેસમાં નીકળવાનો નિર્ણય લીધો હતો.રમેશ ચૌહાણે કોકાકોલાને સોફ્ટ ડ્રિન્ક બિઝનેસ વેચી દીધા બાદ1995માં મિનરલ વોટર બિસ્લેરી પર કામ શરૂ કર્યું હતું. આજે બિસ્લેરની સોડા, વેદીકા, ઉર્જા સિહતની બ્રાન્ડનું મોટું માર્કેટ છે. રમેશ ચૌહાણ હાલ 1800 કરોડની વેલ્યૂવાળી બિસ્લેરી ઈન્ટરનેશનલના ચેરમને છે.