ગુજરાતનાં આ શહેરમાં આવેલો છે, અત્યંત આલીશાન પાર્ક! ફાઈવસ્ટાર હોટેલની સુવિધાનું કંઈ ન આવે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં અનેક શહેરોમાં મનોહર અને રોમાંચક સ્થાનો ફરવા માટે આવેલા છે. ત્યારે આજે અમે આપને એક એવા સ્થળ વિશે જણાવીશું જે યુવાનો માટે ખૂબ જ લોકપ્રિય છે. યુવાનોમાં આ સ્થાન ખાસ કરીને ફોટોગ્રાફી માટે જાણીતું છે. ચાલો અમે આપને જણાવીએ આ કયું ગાર્ડન છે.
હાલમાં જ સૌથી જુના પરિમલ ગાર્ડનનું વૈજ્ઞાનિક રીતે તેમજ સૌંદર્યલક્ષી દ્રષ્ટી સાથે ટોરેન્ટ ગ્રુપની નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન- UNM ફાઉન્ડેશન દ્વારા રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે.તમને જાણીને નવાઈ લાગશે કે, UNM ફાઉન્ડેશનની ‘પ્રતિતિ’ પહેલની હેઠળ રિસ્ટોર થયેલ આ સુંદરતમ, નયનગમ્ય, લેન્ડસ્કેપ ગાર્ડનમાં અનેક મોર્ડન સુવિધાઓ છે.
આ ગાર્ડન પરિમલ સર્કલ પાસે આંબાવાડી અમદાવાદમાં આવેલું છે.વર્ષ 1950માં AMCના પ્રથમ મેયર શ્રી ચિનુભાઈ ચીમનલાલની શહેરમાં વિશિષ્ટતા સાથેના બગીચા-પાર્ક હોવા જોઈએ એવી દરખાસ્ત મુકેલ અને આખરે અમદાવાદવાસીઓને મળ્યું પરિમલ ગાર્ડન.
શ્રી જયંતિલાલ ભીખાભાઇએ આ વિચારને આગળ વધારતા ટેક્સ્ટટાઈલ મિલ ઓનર્સ સમક્ષ આ પહેલને ફંડ પૂરું પાડવાની દરખાસ્ત મૂકી.હાલમાં જ પરિમલ ગાર્ડનની તેની ઇંટોની ચીમનીઓ અને બોગનવિલેઆ આર્બર જેવા છોડ સહિતની આગવી ઓળખને જાળવી રાખીને સંપૂર્ણપણે કાયાપલટ રીસ્ટોરેશન કરવામાં આવ્યુ છે. એકતરફ તમામ 400 વર્ષ જૂના વૃક્ષોનું જેમાં આઈકોનીક વડ પણ શામેલ છે, તેનું જતન કરવામાં આવ્યું છે.
આ બગીચામાં લગભગ 13,000 ચો.ફૂટનો ધ્યાન અને મેડીટેશન એરીય વિવિધ પ્રકારના કમળ અને માછલીઓ સાથેનું કમળ સરોવર તેમજ નિરાંતથી બેસી શકાય તેવી 100 ટેરાઝો બેન્ચ બાંકડાઓ કે જેના પર 500 લોકો બેસી શકે છે.ઇકો-ફ્રેન્ડલી વોક વે કે જે ચાલવા માટે અનુકૂળ છે તેમજ ઘૂંટણ પર વધારે ભાર ન આવે તે રીતે બનાવાયા છે.
કલાકૃતિઓના સ્ટોરેજ માટે આદર્શ એવો નેચર કોરર તેમજ
બે માળનું અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેનું પુરુષો અને મહિલાઓની અલગ અલગ વિભાગ ધરાવતું જીમ્નાશિયમ કે જે બાળકો માટે પણ ડેડીકેટેડ જીમ ધરાવે છે .
જેથી તેમને એક્ટિવ અને ફીટ રહેવા માટે પ્રોત્સાહિત કરી શકાય.સાથે જ ગાર્ડનને એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે, જેથી નાગરિકો તેમના પાળતું શ્વાન કે અન્ય (પેટ) સાથે પણ બગીચામાં હરી ફરી શકે જે તેને ભારતના આવા કેટલાક જાહેર પેટ પાર્ક માનો એક બનાવે છે.