સબ ટીવી પર પ્રસારિત થતી લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નું નામ તો તમે સાંભળ્યું જ હશે.વર્ષ ૨૦૦૮થી દર્શકોની લોકપ્રિયતા મેળવનાર આ ટીવીની એક માત્ર એવી સિરિયલ છે જેના એક એક કલાકારને લોકો ખૂબ જ પસંદ કરે છે.
ખાસ કરીને દયા ભાભીના પાત્રમાં જોવા મળતી દિશા વાકાણી તો આ સિરિયલ બાદ એટલી લોકપ્રિયતા મેળવી છે કે આજે પણ લોકો સિરિયલમાં તેના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. એ તો તમે જાણતા જ હશો કે વર્ષ ૨૦૧૫માં મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા.
જે બાદ વર્ષ ૨૦૧૭માં તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો.અને આ સમય દરમિયાન મેટરનિટી લીવ પર ગયા બાદથી જ દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી સિરિયલમાં પરત ફરી નથી. થોડા સમય પહેલાં ખબર સામે આવી હતી કે દિશા વાકાણી ને ફી ઓછી પડતી હોવાથી તેને આ સિરિયલ છોડી દીધી છે અને નિર્માતાઓ હવે આ પાત્ર માટે નવા ચહેરાની શોધ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં દિશા વાકાણી ને દયાના પાત્ર માટે મહિને ૨૦લાખ રૂપિયા ફી આપવામાં આવતી હતી.જો કે શરૂઆતમાં તેની ફી માત્ર ૧ થી૧.૫ લાખ રૂપિયા જ હતી.જો કે વાત કરીએ દિશા વાકાણી ની કુલ સંપત્તિ વિશે તો મીડીયા રીપોર્ટ અનુસાર તેની કુલ સંપત્તિ ૩૭ કરોડ રૂપિયા છે.સાથે તેની પાસે બીએડબલ્યુ જેવી મોંઘી કાર છે.
જો કે હવે દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી ના પાત્રમાં કોઈ બીજો ચહેરો મળશે કે કેમ એ તો સમય જ બતાવશે.