પટેલના દીકરો સરકારી શાળામાં ભણીને dysp બનીને જીપ ચાલક પિતાનું સપનું પૂરૂ કર્યું! જાણો કોણ છે,Dysp હરેશ પટેલ જેને રાષ્ટ્રપતિ…..
દરેક વ્યક્તિની સફળતા પાછળ કોઈ વ્યક્તિનો હાથ હોય છે. આમ પણ કહેવાય છે ને કે, દરેક વ્યક્તિના સપનાઓ સાકાર થઈ શકે છે. સપના સાકાર કરવા માટે અથાગ મહેનત અને આત્મવિશ્વાસ હોવો જુરૂરી છે. આજે અમે આપને એક એવા જ વ્યક્તિની વાત કરીશું. જેમનાં પિતા એક જીપ ચાલક હતા.આ હદયસ્પર્શી વાત છે, વર્તમાન સમયે વડોદરામાં ડી. વાય. એસ. પી. તરીકે ફરજ બજાવતાં હરેશકુમાર અમૃતભાઇ પટેલની. જેમને હાલમાં જ ડી.વાય.એસ.પી. તરીકેની ઉત્કૃષ્ટ કામગીરીની કદર કરી 15 ઓગષ્ટે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો હતો. જે તેમણે સ્વર્ગસ્થ પિતાને અર્પણ કર્યો હતો
તેમને પોતાના જીવનમાં અનેકગણો સંઘર્ષ કર્યો. પાલનપુરથી અમીરગઢ અને અંબાજી વચ્ચે જીપના શટલ મારી પરિવારનું ગુજરાન ચલાવતાં સ્વ. અમૃતલાલ બેચરદાસ પટેલ પુત્રને પોલીસ ઓફિસર બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતુ. જે પુત્રએ સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી મહેનત કરી પુરૂ કર્યુ હતુ. પિતા હંમેશા પોલીસ ઓફિસરની કોઈ ફિલ્મ આવે તો તે અચૂક જોતા અને તેમની આ રુચિને ધ્યાનમાં રાખી તેમનું સ્વપ્ન પૂરું કરવાનું મન બનાવી લીધું હતું.
ખાસ વાત ડી.વાય.એસ.પીનાં પિતા સ્વ. અમૃતલાલ બેચરદાસ પટેલ જીવ્યા ત્યાં સુધી ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવ્યું હતુ. હરેશ કુમારએ કોલેજમાં એન. સી. સી.માં જોડાઇને બીકોમ. એલએલ.બી. એમ.એ. સુધી અભ્યાસ કર્યો અનુસ્નાતક બાદ પોલીસ ખાતામાં પસંદગી પામ્યો હતો. જે પછી સી.આઈ.ડી. ઇન્ટેલિજન્સ તેમજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં લાંબો સમય સેવા આપી હતી.
તાજેતરમાં મોડાસામાં યોજાયેલી રાજ્ય કક્ષાની પરેડમાં પણ પરેડ કમાન્ડર તરીકે ફરજ નિભાવી હતી. આ પ્રશંસનીય કામગીરી બદલ સ્વાતંત્ર પર્વ 22 પ્રસંગે રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા કુલ 19 પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં મને રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત થયો છે. ખાસ વાત એ કે હરેશ પટેલે ક્યારે પણ પોતે એક ડ્રાઈવરના પુત્ર હોવાની શરમ અનુભવી ન હતી. તેઓ ગૌરવથી કહે છે કે, “મારા પિતાના આશીર્વાદથી જ હું આ હોદ્દા સુધી પહોંચ્યો છું.