આ જગતનાં ખૂણે ખૂણે અજબ ગજબ રહસ્યો છુપાયેલ છે.ત્યારે અમે આજે આપને જણાવીશું એક એવા વૃક્ષ વિશે જે છેલ્લા 123 વર્ષથી સાંકળ થી બંધક છે. ખરેખર એક વાર જ્યારે આ વાત સામે આવે ત્યારે તમને એમ જ થાય કે, શુ આ ઝાડ કોઈ ભૂતિયા હશે કે શુ? ના આવવાના વિચારો સામે આવશે. પરતું તમને જ્યારે આ રહસ્ય સામે આવશે ત્યારે તમે પણ ચોંકી જશો કે શું ખરેખર આવું પણ હોય શકે છે?
આપણે ત્યાં વૃક્ષને અતિ પવિત્ર માનવામાં આવે છે. આમ પણ પ્રકૃતિ થકી જ આ પૃથ્વી જીવંત છે. જેટલા વૃક્ષ વાવીશું એટલું આપણા માટે સારું છે. આમ પણ આજે ભારતમાં એવા અનેક વૃક્ષો છે, જે વર્ષો જુના છે અને પોતાનું આગવું મહત્વ ધરાવે છે. આજે આપણે જે વાત કરી રહ્યા છે વૃક્ષ ની એ વૃક્ષ ને સાંકળ થી બાંધી રાખવામાં આવ્યું છે. આ વૃક્ષ ભારતમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં આવેલું છે. હા આ વાત તદ્દન સાચી છે.123 વર્ષ થી અડીખમ ઊભેલું આ વૃક્ષ સાંકળો થી ઘેરાયેલું છે, જાને કોઈ ગુનેગાર ને બાંધી ને રાખેલો હોય.
આ વૃક્ષ પાછળ એક રસપ્રદ ઇતિહાસ રહેલો છે. આ વાત છે. 123 વર્ષ પહેલાં ની એટલે કે, 1898 ની જ્યારે આ વૃક્ષ ને સાંકળ બાંધવામાં આવી હતી અને તેને બંધિત બનાવવામ આવ્યું. વાત જાણે એમ હતી કે ભારત જ્યારે અંગ્રેજો ની ગુલામી હેઠળ હતું એ સમયે એક અંગ્રેજ નશામાં આ વૃક્ષ ને ગિરફ્તાર કરવાનો આદેશ આપ્યો અને બસ ત્યાર થી લઈને અત્યાર સુધી આ વૃક્ષ એમ જ અડિખમ ઉભું છે.
આ અંગ્રેજ ઓફિસર નું નામ હતું જેન્સ સિક્વડ હેને એક વખત નશાની હાલતમાં પાર્કમાં ફરવા નીકળો હતો અને આ જ દરમિયાન તેને લાગી રહ્યું હતું કે વૃક્ષ ભાગી રહ્યું છે, ત્યારે તેને સૈનિકોને આદેશ આપ્યો કે, આ વૃક્ષ ને ગિરફ્તાર કરી લો. બસ ત્યાર થી લઈને અત્યાર સુધી એ અંગ્રેજની સજા ભોગવી રહ્યું છે આ વૃક્ષ.