અપંગ ને પગ આપશે , કોઢિયા નો કોઢ મટાડે તથા નિઃસંતાન ને સંતાન આપનાર દડવા ની રાંદલ માની પ્રાગટય કથા છે અલૌકિક…

ખરેખર ધન્ય છે, માં રાંદલ અને તેમના અપાર પ્રચાને! ભક્તોના દુઃખ દર્દ દૂર કરતી અને જિવનમાં સુખ સમૃદ્ધિ અને સંતાન આપનાર મા દડવાની રાંદલ માનો મહિમા અપાર છે.જીવનમાં એકવાર તો દડવાના સાનિધ્યમાં અચૂક જવું જોઇએ. દડવા એ માત્ર ધામ નથી પરંતુ અતિ પવિત્ર અને લૌકિક છે,જ્યા રાંદલ મા સાક્ષત બિરાજમાન છે.આજે આપણે જાણીશું દડવા નાં પૌરાણિક ઇતિહાસ વિશે અને કંઈ રીતે દડવામાં રાંદલ મા બિરાજમાન છે.

સૌરાષ્ટ્ર ની ધરામાં અનેક માતાજી બિરાજમાન છે, પરતું દડવાનાં રાંદલ માનો મહિમા અપાર છે. ખરેખર ધન્ય છે, મા દડવાની રાંદલ ને જે, વાજીયા મેંણું તો ભાંગે છે, પરતું અપંગ , આંધળા તથા કોઢથી પીડાતા લોકોની પીડા દુઃખ દૂર કરીને ભકતોને સુખી અને સમૃદ્ધ જીવન આપે છે. આજે ચાલો જાણીએ દડવામાં બિરાજમાન મા ના પાવન ધામને નજીક થી અને તેમની ભક્તિમાં લિન થઈ જઈએ.

સૌરાષ્ટની ધરા પર સ્થિત ગોંડલ નજીક દડવા મ રાંદલ માતાજીનુ દેવસ્થાન ખુબ જ પ્રખ્યાત છે. ગોંડલથી મોવિયા અને ત્યાની વાસાવાડ માર્ગે ૩૫ કી.મીના અંતરે દડવા ગામમા બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. રાંદલ માતાજી અધ્યાત્મની ભાષામા જણાવીએ તો અહી બિરાજેલા રાંદલ માતાજી માથી દિવ્ય અલૌકીક ઉર્જા ફેલાય છે. આજે આપણે જાણીએ દડવામા રાંદલ માતાજીનો ઈતિહાસ

રાંદલ મા કે રન્નાદેવી કે રન્ના દે દેવી છે, તેઓ સૂર્ય દેવના પત્ની તરીકે પૂજાય છે અને ખાસ કરીને ગુજરાતમાં તેમની પૂજા વધુ થાય છે. રાંદલ માતાને છાયા તરીકે પણ વર્ણવવામાં આવે છે.આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તેમને સંતાન પ્રાપ્તિ માટે અતિ પૂજવામાં આવે છે.કોઈપણ શુભ પ્રસંગે રાંદલ માતાજીને તેડાવવાની વિધિ આજે પણ ખુબ જ ધામધૂમથી ઉજવાય છે.

ગોંડલ થી મોવિયા અને ત્યા ની વાસાવાડ માર્ગે 35 કી.મી ના અંતરે દડવા ગામ મા બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. એક વખત સૌરાષ્ટ મા ખુબ જ ગંભીર દુષ્કાળનુ વાતાવરણ સર્જાય છે. જેનાથી રક્ષણ મેળવવા માટે માલધારીઓ ટીંબામા વાસ કરે છે જે બીજુ કોઈ નહી પરંતુ, સ્વયં રાંદલ માતાજી છે. આ બાળકીના પગ ગામમા પડતા જ ચારેય બાજુ અલૌકિક વાતાવરણ બની ગયું.

રાંદલ માતાજી બાજુના ધૂતારપુરા ગામ મા જાય છે કે જ્યા બાદશાહના સિપાઈઓ હોય છે. દુધ-ઘી આ માલધારીઓ પાસેથી લેવા માટે તેમની સમક્ષ તે ૧૬ વર્ષની કન્યાના સ્વરૂપમા જાય છે. બાદશાહ સુધી આ વાત પહોંચતા તે આ સુંદરી જ્યા છે ત્યા આવે છે કે અને તેને પોતાની સાથે જ લઈ જવા માટે આ માલધારીઓ પર ત્રાસ ગુજારે છે.

દ્રશ્ય જોઈને માતાજી ક્રોધિત થાય છે અને તેની પાસે ઊભેલા વાછડા ને પરીવર્તીત કરી નાખે છે અને સમગ્ર સેના નો નાશ કરી નાખે છે. જેથી , આ ગામ ને દડવા તરીકે ઓળખવા મા આવે છે રાંદલ માતાજી ને જોઈ ને ગ્રામજનો મા ખુશી ની લાગણી છવાઈ જાય છે. આ ઘટના બાદ રાંદલ મા ભક્તો ને દુઃખ દૃઅંધજન ને નેત્રો આપશે , અપંગ ને પગ આપશે , કોઢિયા નો કોઢ મટાડશે તથા નિઃસંતાન ને સંતાન આપશે.ખરેખર આજના સમયમાં પણ રાંદલમાં ભકતોને પરચા પુરા પાડે છે. દડવાના સાનિધ્યના સદાય મા રાંદલનો જય જયકાર ગુંજે છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here