ગોંડલ મા આવેલો આલીશાન નૌલખા મહેલ ! જુવો અંદર નો સુંદર તસ્વીરો અને ઈતીહાસ….
સૌરાષ્ટ્રનો સૌથી પ્રાચીન અને ભવ્ય આલીશાન ” નવલખા મહેલ ” શાહી પરીવારના સુવર્ણ ઇતિહાસનું ” સંગ્રહાલય ” છેશાહી પરિવારની અતુલ્ય યાદો અને અમૂલ્ય વસ્તુઓને તમે નિહાળી શકશો.જ્યારે પણ તમે ગોંડલ શહેરમાં આવો ત્યારે આ સ્થાનની અવશ્ય મુલાકાત લેજો. આ આલીશાન મહેલ જેટલો બહાર થી સુંદર દેખાય છે, એટલો જ અંદર થી વધુ ભવ્ય છે. આજે અમે આપને જણાવશું આ મહેલના ભવ્ય ઇતિહાસ વિશે.
ગોડલ જાડેજા રાજપૂત કુળનું પાટનગર હતું. નૌલખા મહેલ ગોંડલ વિસ્તારનો સૌથી પ્રાચીન મહેલ છે.આ મહેલ આજે સંગ્રહાલય તરીકે દેશ-વિદેશના લોકોને ગોંડલના રાજવી વિરાસતથી રૂબરૂ કરાવે છે.આ મહેલમાં જોવા લાયક અનેક વસ્તુઓ છે, જે જોતા જ આંખોને મોહી જશે. આ મહેલમાં ઝરૂખા, એક શાહી સમારંભ હોલ, સર્પાકાર દાદર, ઝળહળતો ઝુમ્મર, શણગારેલા અરીસાઓ અને પ્રાચીન સજાવટની ખૂબ જ વિશિષ્ટ સ્થાપત્ય સુવિધાઓ ધરાવે છે.
પહેલા માળના એક ભાગમાં એક સંગ્રહાલય પણ છે, જેમાં દરવાજા ઉપર લાકડા અને પત્થરથી બનેલા બારસાખ રાખવામાં આવ્યા છે. આ સંગ્રહાલયના પ્રદર્શનોમાં મહારાજા દ્વારા મોટી સંખ્યામાં જમા કરવામાં આવેલ વસ્તુઓ રાખવામાં આવી છે જેમ કે રમકડાની ગાડી,ચિત્રો, પુસ્તકોની લાઇબ્રેરી, ટ્રોફીઓ વગેરે. સુશોભિત બાલ્કની ગોંડલ નગરના મનોહર દ્રશ્ય બતાવે છે. મહેલની ડાબી બાજુના ખંડમાં વાસણોનું પ્રદર્શન અને વિશાળ વજનકાંટાની જોડી છે.
આ કાંટાનો ઉપયોગ મહારાજાના જન્મદિવસની વિશેષ ઉજવણીઓ પર કરવામાં આવતો હતો. ” નવલખા મહેલ ” માં રાજવી વિરાસતની અમૂલ્ય વસ્તુઓ છે , જેને નિહાળવવાનો અનેરો અનુભવ છે.આ ઐતિહાસિક મહેલની મુલાકાત અચૂક લેવી જ જોઈએ કારણ કે, આજના સમયમાં જો તમને રાજવી અનુભવ કરાવી શકે છે, તો આ મહેલ ની અવશ્ય મુલાકાત લેવી જ જોઈએ.ગોંડલમાં આ મહેલ સિવાય અનેક બીજા ઐતિહાસિક મહેલો આવેલા છે, ત્યારે જો તમને વૈભવશાળી અનુભવ અને રિયાસતને માણવી હોય તો ગોંડલ શહેરમાં એકવાર અવશ્ય મુલાકાતે જજો.