મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઠંડી એટલે કે શિયાળાનો સમય ચાલી રહ્યો છે. તેવામાં આ સમય માં અનેક સ્વસ્થ વર્ધક વસ્તુઓ આવે છે. જેના સેવન દ્વારા લોકો પોતાનું સ્વસ્થ સુધારાના પ્રયાસો કરતા હોઈ છે. તેવામાં લોકો ગોળ સાથે અનેક વસ્તુઓ ભેળવી અને તેનો ઉપયોગ ખોરાક તરીકે કરીને પોતાના સ્વાસ્થય માં વધારો કરે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગોળ માં ઘણા ગુણો છે. તે માનવ શરીર ને અનેક રીતે ઉપયોગી છે. વળી આપણા પ્રાચની ગ્રંથોમાં પણ ગોળના ઘણા ફાયદા દર્શાવ્યા છે.
ગોળ સ્વસ્થ માટે તો સારું છે જે સાથો સાથ તે ખિસ્સા માટે પણ સારું છે. એટલે કે ગોળના વેચાણ દ્વારા વ્યક્તિ ઘણો નફો મેળવી શકે છે, આપણે અહીં એક એવા ખેડૂત અંગે વાત કરવાના છીએ કે જેમણે ખેતી અને તેની પેદાશમાં ફેરફાર કરીને ઘણો નફો મેળવ્યો છે. મિત્રો આપણે અહીં ગોવિંદ ભાઈ વઘાસીયા અંગે વાત કરવાની છે. જણાવી દઈએ કે તેઓ સુરતના માંડવી તાલુકા ના રહેવાસી છે. અને તેમણે ગોળ નું વેચાણ કરીને ઘણો નફો મેળવ્યો છે. તો ચાલો તેમના વિશે આખી માહિતી મેળવીએ.
મિત્રો જણાવી દઈએ કે ગોવિંદ ભાઈ ના પિતા પણ ખેતી કામ કરતા હતા અને તેઓ પોતાના ખેતરમાં શેરડીનું વાવેતર કરતા હતા. પરંતુ તેમને પોતાની પેદાશના વળતર માટે બજાર પર આધાર રાખવો પડતો હતો. જેના કારણે તેમનો વિચાર શેરડીના બદલે ગોળ નું વેચાણ કરવા તરફ વળ્યું જણાવી દઈએ કે ગોવિંદ ભાઈ એ ખેડૂતોમાં શામિલ છે કે જેઓ પોતાની ખેતીને ગાયને આધારિત કરે છે. એટલે કે તેઓ ઓર્ગેનિક રીતે પોતાની ખેત પેદાશનું ઉત્પાદન કરે છે.
મિત્રો જણાવી દઈએ કે ગોવિંદ ભાઈએ ગોળ બનાવવનું શીખવા માટે તેમણે કૃષિ યુનિવર્સીટી ની મદદ લીધી હતી. જે બાદ તેમણે પોતાની પેદાશ પર ઘણી મહેનત કરી જેના કારણે લોકોમાં તેમનો ગોળ ઘણો લોકપ્રિય થયો. જણાવી દઈએ કે તેઓ જાતે જ ઓર્ગેનિક રીતે શેરડીનું ઉત્પાદન કરે છે. અને તેમનો પોતાનો જ પ્લાન્ટ છે કે જ્યાં ગોળ નું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં તેઓ 300 થી વધુ લોકોને રોજગારી આપે છે. અને ભવિષ્ય્માં તેઓ ઓર્ગેનિક સીંગ ની ખેતી કરીને તેનું તેલ બનાવવાનું પણ વિચારી રહ્યા છે.
જણાવી દઈએ કે તેઓ ખાતર માટે ગાય ના છાણ અને શેરડીના કુચા કે જે ગોળ બનવાની પ્રક્રિયા પછી નકમાં કોઈ તેનું મિશ્રણ કરીને ખાતર બનાવે છે. જેના કારણે જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે. તેમના ગોળ ની માંગ એટલી છે કે તેમણે આજ સુધી પોતાના ગોળ માટે કોઈ પણ જાહેરાત કરી નથી. તેમનો ગોળ દેશમાં ઉપરાંત વિદેશ અમેરિકા અને કેનેડા ઉપરાંત યુરોપના પણ ઘણા દેશોમાં વેચાઈ છે. ઉપરાંત હાલમાં તેઓ પોતાની ફેકટરીમાં ખાંડના વિકલ્પ રૂપે ઉપયોગી ગોળ પાઉડર અને બાળકો માટે શારીરિક મદદરૂપ ગોળ ની ચોકલેટ પણ બનાવે છે.