મિત્રો આપણે ગુજરાતી એટલે ખાવા અને ફરવાના ખુબ શોખીન ગમે ત્યા કરવા માટે જઈએ એટલે સારુ જમવાનું ગોતીએ જ એટલે આજે અમે તમને આજે એક ખાસ રેસ્ટોરન્ટ વિશે જાણવા જઈ રહ્યા છીએ જે અમદાવાદ મા જાવ તો એક વખત આ ખાસ જગ્યા પર ભોજન નો ટેસ્ટ કરજો ખુબ મજા પડી જશે તો આવો જાણીએ આ કઈ હોટેલ છે.
આમ તો ગુજરાત મા અનેક જગ્યા ઓ પર ગુજરાતી થાળીઓ ફેમસ છા પરંતુ આજે આપણે જે ઈસ્કોન થાળ ની વાત કરીએ તે ગુજરાત ની નંબર વન થાળી કહી શકાય. આ જગ્યા પર જમવા જતા ની સાથે જ તમારી થાળી મા અનેક વસ્તુઓ પીરસાશે આપણે આ થાળી ના થાળ પણ કહી શકાય કેમ કે થાળી ની સાઈઝ ઘણી મોટી છે અને અનેક પ્રકાર ની વસ્તુઓ તમને પીરસવામાં આવશે જેમા અનેક ગુજરાતી શાક ની જમાવટ આ ઉપરાંત છાસ પાપડ…
અને આપણને ડાળ ભાત વગર તો થાળી અધૂરી લાગે એટલે ડાળભાત અને કઢી ખિચડી પણ આ થાળ મા પીરસવામા આવે છે. દાળ ભાત મા પણ ડાળ મીઠી મીઠી અને તીખી એમ બે પ્રકાર ની પીરસવા મા આવે છે. આ ઉપરાંત બાસુંદી અને પુરણપોળી પણ પીરસવામાં આવે છે આમતો મેનુ ની વાત કરીશું તો અહી ઘણુંબધું લખવું પડશે.
જમવાની દરેક વસ્તુ મા તમને યુનીક આઈટમ મળશે આ ઉપરાંત જમ્યા બાદ તમને પાન પીરસવા મા આવશે. આ ઉપરાંત તમે જમવાનું ઘરે પર મંગાવી શકો છો. હોમ ડીલીવરી ની સુવીધા આપવામા આવા છે જો ઈસ્કોન થાળ કયાં આવેલું છે એડ્રેસ ની વાત કરવામા આવે તો ઈસ્કોન થાળ અમદાવાદ મા ઈસ્કોન સર્કલ , એસ.જી રોડ સેટેલાઈડ મા આવેલુ છે.
જો તમે અમદાવદ આવો અને ગુજરતી બેસ્ટ જમવાનું શોધતા હોય તો આ સ્થળ ની મુલાકાત એક વાર અવશ્ય લેવી….