Sports

ગુજરાત ફાઇનલ જીતી શકેત પણ આ ખિલાડીઓની ભૂલે હરાવી દીધા ગુજરાતના ધુરંધરોને?? ફેન્સ કરી રહ્યા છે ગુસ્સો… જાણો

CSK ટીમના બેટ્સમેન જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. જણાવી દઈએ કે ગુજરાત તરફથી મોહિત શર્મા છેલ્લી ઓવર કરી રહ્યો હતો. મોહિતે 15મી ઓવરના 4 બોલ એવી રીતે ફેંક્યા હતા કે માત્ર 3 રન જ બનાવી શકાયા હતા. એવું લાગી રહ્યું હતું કે ગુજરાત મેચ જીતશે. પરંતુ છેલ્લા બે બોલ પહેલા મેચ થોડીવાર માટે અટકાવી દેવામાં આવી હતી. તે સમયે ખેલાડીઓ પાણી પી રહ્યા હતા, તે દરમિયાન ટીમના બોલિંગ કોચ આશિષ નેહરાએ જયંત યાદવને બોલર મોહિત શર્મા પાસે મોકલ્યો હતો. ખરેખર, નેહરાજીએ છેલ્લા 2 બોલ ફેંકતા પહેલા બોલરને ટિપ્સ આપી હતી. વધારાના ખેલાડી જયંત યાદવ મોહિતને પાણી આપવાના બહાને સંદેશ તરીકે આ સલાહ આપવા આવ્યો હતો.
આ પણ વાંચો

પરંતુ અહીં નેહરાજીની સલાહ પલટાઈ અને જાડેજાએ બે બોલમાં 10 રન બનાવી ટીમને જીત અપાવી. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર ગુજરાતના ચાહકો નેહરાજીથી નારાજ છે, લોકોનું માનવું છે કે, જ્યારે મોહિત યોગ્ય લયમાં બોલિંગ કરી રહ્યો હતો, તો પછી તેને છેલ્લા બે બોલ ફેંકતા પહેલા કેમ અટકાવવામાં આવ્યો અને તેને શા માટે સલાહ આપવામાં આવી. ઘણા ચાહકોનું માનવું છે કે જો નેહરાજીએ તે સમયે મોહિતને પોતાનું જ્ઞાન ન આપ્યું હોત તો કદાચ બોલરની એકાગ્રતામાં ખલેલ ન પહોંચી હોત અને તે યોગ્ય લેન્થથી બોલ ફેંકીને જાડેજાને રોકી શક્યા હોત. પરંતુ આ થઈ શક્યું નહીં.

બસ, નસીબમાં જે લખ્યું હતું તે થયું. જાડેજાએ 15મી ઓવરના પાંચમા બોલ પર સિક્સર અને ફાઇન લેગ તરફ છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને 5 વિકેટે જીત અપાવી હતી. આ પાંચમી વખત છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ટાઈટલ જીતવામાં સફળ રહી છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!