Sports

Ipl માં સન્યાસ લીધા બાદ રાયડુંએ રૈનાને લઈને આપ્યું ખુબ ચોકવી દેતું નિવેદન!! કહી દીધી આવી વાત..

અંબાતી રાયડુ આજથી ચેન્નાઈનો ભૂતપૂર્વ ખેલાડી બની ગયો છે. રાયડુએ તેની છેલ્લી મેચ તરીકે IPL ફાઈનલ પસંદ કરી હતી. રાયડુએ પોતાની શાનદાર બેટિંગથી આ છેલ્લી ઇનિંગ્સને વધુ યાદગાર બનાવી હતી. રાયડુએ નાનકડો કેમિયો બતાવતા 8 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 19 રન બનાવ્યા અને DLS હેઠળ 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુએ 2019ની વર્લ્ડ કપ ટીમમાં તેનો સમાવેશ ન કરવા બદલ ભારતીય ટીમના પસંદગીકારોથી નારાજ થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને IPLમાંથી નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય પસંદ કર્યો છે.

રાયડુએ 28 મેના રોજ આઇપીએલ ફાઇનલ બાદ આઇપીએલમાંથી નિવૃત્તિની વાત તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરંતુ વરસાદના કારણે 28 મેના રોજ ફાઇનલ મેચ રદ્દ કરવામાં આવી હતી અને 29 મેના રોજ રમવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રિઝર્વ ડે પર પણ વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ તેમ છતાં ચેન્નાઈએ ગુજરાત સામે સારી રમત બતાવીને મેચ જીતી લીધી હતી.

મેચમાં જીત બાદ જિયો સિનેમા વતી મેદાન પર હાજર પાર્થિવ પટેલ અને સુરેશ રૈનાએ અંબાતી રાયડુના આ ખાસ દિવસ વિશે વાત કરી, જેના જવાબમાં રાયડુએ કહ્યું, ‘તે મારા જીવનની શાનદાર ઇનિંગ હતી. જે હવે સમાપ્ત થઈ ગયું છે. હું ભગવાન પાસેથી વધુ માંગી શક્યો ન હોત. હું ભાગ્યશાળી છું કે હું આ અદ્ભુત મેચનો ભાગ બન્યો છું. આ માટે હું જીવનભર હસી શકું છું. છેલ્લા 30 વર્ષથી મેં જેટલી મહેનત કરી છે, તે આ સમયે પૂર્ણ થતાં હું ખુશ છું. હું ખરેખર મારા પરિવારનો, મારા પિતાનો આભાર માનવા માંગુ છું. તેમના વિના આ શક્ય બન્યું ન હોત.

આ પછી રાયડુએ સુરેશ રૈના સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘સુરેશ રૈનાએ ચેન્નાઈ માટે ઘણા વર્ષો સુધી શાનદાર પ્રદર્શન કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આગળ વાત કરતા રાયડુએ કહ્યું કે રૈનાએ ચેન્નાઈને પોતાના હાથે બનાવી છે.સોશિયલ મીડિયા પર રાયડુના આ નિવેદન માટે ફેન્સ જોરદાર ટ્રોલ થતા જોવા મળી રહ્યા છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!