Sports

વર્લ્ડકપ 2023 માટે ભારત આવી રહી છે પાકિસ્તાનની આ ખતરનાક ટિમ! એવા એવા ખિલાડી શામેલ છે કે…

ODI વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમવાની છે. 2023 ODI કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે અને તે ટૂર્નામેન્ટની 13મી આવૃત્તિ હશે. વર્લ્ડ કપ શરૂ થયા પહેલા જ આ સમાચારમાં છે અને પડોશી દેશ પાકિસ્તાને તેને લાઇમલાઇટમાં લાવવાનું કામ કર્યું છે.

ગયા વર્ષે જ પાકિસ્તાન એવું રટણ કરી રહ્યું છે કે તેમની ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે, કારણ કે ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023માં ભાગ લેવા પાકિસ્તાન જઈ રહી નથી.

જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ગમે તે કહે, તેણે ODI વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા માટે ભારત આવવું પડશે. આવી સ્થિતિમાં આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની 15 સભ્યોની ટીમ કઈ હોઈ શકે છે, ચાલો જોઈએ.

જો આપણે ODI વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનના બેટ્સમેનોની વાત કરીએ તો PCB ચાર મુખ્ય બેટ્સમેનોની પસંદગી કરી શકે છે. જેમાં ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન, શાન મસૂદ અને બાબર આઝમના નામ સામેલ થઈ શકે છે. સાથે જ ટીમની કમાન બાબર આઝમના હાથમાં હોવાની ખાતરી છે. આવી સ્થિતિમાં, આ ચારેયના પ્રદર્શન પર એક નજર કરીએ અને સાથે જ ભારત સામે તેમનો રેકોર્ડ શું છે?

ઇમામ ઉલ હક (2017-2023)

વનડેમાં સૌથી વધુ રન – 59 મેચની 59 ઇનિંગ્સમાં 2719 રન
અડધી સદી / સદી – 16/9
વર્ષ 2023માં વનડેમાં પ્રદર્શન – 5 મેચની 5 ઇનિંગ્સમાં 2 અર્ધસદી સાથે 191 રન
ભારત સામે પ્રદર્શન (2018-2019) – 3 મેચની ત્રણ ઇનિંગ્સમાં 19 રન

ફખર ઝમાન (2017-2023)

વનડેમાં સૌથી વધુ રન – 70 મેચની 70 ઇનિંગ્સમાં 3148 રન
અર્ધી સદી / સદી – 15 / 10
વર્ષ 2023માં વનડેમાં પ્રદર્શન – 8 મેચની 8 ઇનિંગ્સમાં 3 સદી અને 1 અડધી સદી સાથે 520 રન
ભારત સામે પ્રદર્શન (2017-2019) – 4 મેચમાં 1 સદી અને 1 અડધી સદી સાથે 4 ઇનિંગ્સમાં 207 રન

શાન મસૂદ (2019-2023)

ODIમાં સૌથી વધુ રન – 9 મેચની 9 ઇનિંગ્સમાં 163 રન
અડધી સદી / સદી – 1 / 0
વર્ષ 2023માં વનડેમાં પ્રદર્શન – 4 મેચની 4 ઇનિંગ્સમાં 0 સદી અને 0 અર્ધસદી સાથે 52 રન
ભારત સામે પ્રદર્શન – એક પણ મેચ નહીં

બાબર આઝમ (2015-2023)

ODIમાં સૌથી વધુ રન – 100 મેચની 98 ઇનિંગ્સમાં 5089 રન
અર્ધી સદી / સદી – 26 / 18
વર્ષ 2023માં વનડેમાં પ્રદર્શન – 8 મેચની 8 ઇનિંગ્સમાં 1 સદી અને 4 અડધી સદી સાથે 425 રન

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!