Sports

જે પ્લેયરને લોકો બહાર બેઠાડવાનું કહી રહ્યા હતા તે જ ખિલાડીએ પકડ્યો અદભુત કેચ! જુઓ વિડીયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે સિરીઝની શરૂઆત થઈ ગઈ છે. શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 17 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે મેચમાં શાનદાર વાપસી કરી હતી.

ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કેપ્ટન સ્ટીવ સ્મિથ અને મિશેલ માર્શ વચ્ચે સારી ભાગીદારી ખીલી હતી. બંને એવી રીતે બેટિંગ કરી રહ્યા હતા કે ટીમ ઈન્ડિયાને વિકેટ લેવા માટે કોઈ ચમત્કારની જરૂર પડશે. અને તે ચમત્કાર કેએલ રાહુલે વિકેટ પાછળથી કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી.

પ્રથમ વિકેટ પડ્યા બાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો અંગદની જેમ ક્રીઝ પર બેસી ગયા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ તમામ બોલરોને અજમાવ્યા હતા પરંતુ સફળતા મળી ન હતી હવે માત્ર ચમત્કારની અપેક્ષા હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 13મી ઓવર ચાલી રહી હતી અને બોલ કેપ્ટન પંડ્યાના હાથમાં હતો. પ્રથમ 2 બોલમાં માત્ર 1 રન આવ્યો હતો, ત્રીજો બોલ હાર્દિકે ઝડપી ગતિએ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો.

થર્ડ મેનને બાઉન્ડ્રી મારવા માટે સ્મિથ બેટને સખત સ્વિંગ કરે છે. બોલ બેટની બહારની કિનારી લઈને વિકેટની પાછળ ગયો. વિકેટ કીપિંગ કરી રહેલા કેએલ રાહુલે બોલને પોતાનાથી દૂર જતો જોયો અને હવામાં ડૂબકી મારીને બોલને પકડ્યો. આ જોઈને કેપ્ટન હાર્દિક પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.કેએલની શાનદાર ફિલ્ડિંગના કારણે સ્મિથને આઉટ થતાં પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. કેએલ રાહુલના આ શાનદાર કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!