Sports

શુભમન ગીલે છોડ્યો ઇઝી કેચ તો મોહમ્મદ શમી ભડકી ઉઠ્યો! એવું કહી દીધું કે શુભમન પણ ગુસ્સે… જુઓ વિડીયો

બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી પછી, ભારત અને ઑસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે 3 વનડેની શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ મેચ આજે 17 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાની કમાન સ્ટીવ સ્મિથના હાથમાં છે. ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી.

ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. ઓપનિંગ જોડી બીજી ઓવરમાં જ તૂટી ગઈ. મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને બોલ્ડ કરીને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી મિશેલ માર્શે કેપ્ટન સ્મિથ સાથે મળીને દાવને આગળ ધપાવ્યો. ઝડપી બોલર મોહમ્મદ શમીએ પોતાના ઝડપી બોલથી ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. પરંતુ આમાં તેને ફિલ્ડિંગનો સાથ મળ્યો ન હતો.સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા શુભમન ગિલે શમીના બોલ પર બે મહત્વપૂર્ણ કેચ છોડ્યા હતા. જે બાદ શમી ગિલ પર ઘણો ગુસ્સે થયો હતો, શમીની પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ મેચમાં શાનદાર વાપસી કરી હતી. મિશેલ માર્શે પોતાની જાણીતી શૈલીમાં બેટિંગ કરી હતી. માર્શે 65 બોલમાં 10 ચોગ્ગા અને 5 આકાશી છગ્ગા ફટકારીને 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

બીજી જ્યાં મોહમ્મદ શમીએ પોતાની ઝડપી બોલિંગથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ઉડાવી દીધા હતા. બીજી તરફ શુભમન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને મદદ કરી રહ્યો હતો. તેણે સૌથી પહેલા શમીના ઝડપી સ્વિંગિંગ બોલ પર કેમરૂન ગ્રીનનો કેચ છોડ્યો હતો. આ પછી, બીજો સ્વિંગ થતો બોલ માર્કસ સ્ટોઇનિસના બેટની બહારની કિનારી પર લાગ્યો અને પ્રથમ સ્લિપમાં ઉભેલા શુભમન ગિલના હાથમાં ગયો પરંતુ શુભન બોલને સંભાળી શક્યો નહીં અને તેણે બીજો કેચ પણ છોડ્યો. શુભમનની ખરાબ ફિલ્ડિંગ જોઈને મોહમ્મદ શમી ગુસ્સે થઈ ગયો હતો. શુભમનના કારણે તે 5 વિકેટ લેવાની તક પણ ચૂકી ગયો હતો. શમીના ગુસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!