Sports

હાર્દિક પંડ્યાએ શરૂ મેચે એવો કાંડ કરી નાખ્યો કે સોશિયલ મીડીયા પર ટ્રોલ થયો! એવુ તો શું કર્યું? જાણો પુરી વાત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચોની સિરીઝ શરૂ થઈ ગઈ છે. શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 17 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝડપી બોલર મોહમ્મદ સિરાજે બીજી જ ઓવરમાં ઓપનર ટ્રેવિસ હેડને પેવેલિયન મોકલીને ટીમના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજના સ્પેલ પછી, કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલિંગની જવાબદારી સંભાળી, બોલિંગ કરતી વખતે તે અમ્પાયર સાથે અથડાયો. અમ્પાયર સાથેની તેમની દલીલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. બીજી જ ઓવરમાં સિરાજે ટ્રેવિસ હેડને બોલ્ડ કરીને ભારતીય ટીમને પ્રથમ સફળતા અપાવી હતી.

સિરાજ અને શમીના સ્પેલ બાદ કેપ્ટન હાર્દિકે બોલ હાથમાં રાખ્યો હતો.હાર્દિક બોલિંગ કરવા આવ્યો કે તરત જ તેણે અમ્પાયર સાથે ઘર્ષણ કર્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા નિર્ણયને લઈને ગ્રાઉન્ડ અમ્પાયર સાથે દલીલ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કાયમી કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહેલા હાર્દિકનું આ વલણ ચાહકોને પસંદ આવ્યું નથી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!