આજના સમય આજે આપણે વાત કરીશું શ્રી કૃષ્ણ નું પાત્ર ભજવનાર અભિનેતા ની! રામાનંદ સાગરની ‘રામાયણ’ અને ‘ઉત્તર રામાયણ’ પૂર્ણ થયા બાદ લોકોનું મનોરંજન કરવા માટે શ્રી કૃષ્ણ’ ધારાવાહિક આવી. આ શો સૌ પ્રથમ 1993 માં ડીડી 2 પર દેખાવા લાગ્યો હતો. ત્રણ વર્ષ મેટ્રો ચેનલ પર ચાલ્યા પછી શ્રી કૃષ્ણની ગાડી નેશનલ પર આવી ગઈ.આ નિત્યક્રમ અને નમૂના ‘રામાયણ-મહાભારત’ જેવું જ હતું, ફક્ત શોનું નામ બદલ્યું હતું.
કૃષ્ણનું નામ સાંભળતા સૌ પ્રથમ સર્વદમન ડી બેનર્જીનું નામ સામે આવે કે જેમણે રામાનંદ સાગરના પ્રખ્યાત શો ‘શ્રી કૃષ્ણ’માં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. તેણે તેમની ભૂમિકા એટલી સારી રીતે નિભાવી કે લોકોએ તેમને ભગવાન શ્રીકૃષ્ણ તરીકે વાસ્તવિક જીવનમાં સ્વીકારવાનું શરૂ કર્યું . સર્વદમન બેનર્જી નો જન્મ 14 માર્ચ 1965 ઉન્નાવ ના મગરવાડામાં થયો હતો. સર્વદમન ડી બેનર્જીએ કૃષ્ણના પાત્રને એવી રીતે સ્થિર કર્યું કે આ પછી તેને ઘણા શો મળ્યાં જેમાં તે દેખાયા. જેમ કે ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમ: શિવાય’. સર્વદમન ડી બેનર્જીએ આ બધા શોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
સર્વદમન બેનરજીએ પોતાના કરિયરમાં હિન્દી, તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમણે સાચી ઓળખ શ્રીકૃષ્ણના કિરદારમાં મળી. શ્રીકૃષ્ણ સીરીયલ ના સિવાય તેમણે થોડાક વધુ આધ્યાત્મિક પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. જેવા કે આદિ શંકરાચાર્ય, દત્તાત્રેય અને સ્વામી વિવેકાનંદ. શંકરાચાર્યને 1983માં બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. છેલ્લીવાર સર્વદમન બેનર્જીને સુશાંત સિંહ રાજપૂત ની ફિલ્મ એમ એસ ધોની માં જોવા મળ્યા હતા.
આ ફિલ્મ માટે ધોની ના કોચ ચંચલ ભટ્ટાચાર્ય રોલમાં હતાં. સર્વદમન નું એક પંખ નામનું એનજીઓ પણ છે. તેમના દ્વારા તે લગભગ 200 બાળકોનો અભ્યાસ અને ભણતર નું ધ્યાન રાખે છે અને ઉત્તરાખંડના 50 ગરીબ મહિલાઓને સારી જિંદગી વિતાવવા લાયક બનાવવા માટે કામની ટ્રેનિંગ પણ આપે છે.સર્વદમન બેનર્જી કહે છે કે ગ્લેમરની દુનિયામાં ગ્લેમરસ છેજ નહિ. આજે પણ દર્શકોના હૈયામાં તેમને ખૂબ જ આગવી ઓળખ ઉભી કરી છે, જેના લીધે લોકો તેમને શ્રી કૃષ્ણના પાત્ર તરીકે જ ઓળખે છે.