જો તમે પણ બીલાડી કે કુતરું પાળ્યુ છે તો આ સમાચાર તમારી માટે છે
આપણે અવાર નવાર બીલાડી, કુતરા જેવા પ્રાણી ઓ ને પાળતા હોઈએ છીએ અને આપણા ઘર મા જગ્યા આપતા હોઈએ છીએ પરંતુ ઘણી વાર એવું થાય છે કે તેમના લીધે આપણને મુશ્કેલી નો સામનો પણ કરવો પડી શકે છે આવો જ એક કીસ્સો ચીન મા બન્યો છે.
દક્ષિણ-પૂર્વ ચીનના શેનઝેન શહેરમાં રહેનારા આ પરિવાર માટે બિલાડી મુસીબત સાબીત થય છે જેનુ કારણ બિલાડી થી લાગેલું સંક્રમણ છે. ચીન ના આ પરીવારે થોડા સમય પહેલા બાળકી ની જીદ ને માન આપી ને બીલાડી પાળી હતી પરંતુ પરંતુ આ બીલાડી ને કારણે આ નાની બાળકી ને અજીબ રોગ થયો હતો જેનુ નામ ટિનિયા કેપિટિસથી સંક્રમિત છે. આ એક એવું સંક્રમણ છે, જેમાં માથામાં દાદની જેમ નાના નાના દાણા થઈ જાય છે. આ બીમારી કોઈ સંક્રમિત જાનવર અથવા વ્યક્તિના નજીકના સંપર્કમાં આવવાથી થાય છે.
આના થી બાળકી ના માથા ના વાળ પણ જતા રહ્યા છે અને બધા વાળ કપાવવા ની જરુર પણ પછી શકે છે. અને સામાન્ય રીતે આ સંક્રમણ ચાર અઠવાડીયા મા મટી જાય છા પરંતુ આ આ દરમ્યાન મા ફોલીઓ થવી વાળ ખરી જવા અને ત્વચા શુષ્ક થય જાય છે અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સામાન્ય રીતે દરેક વખતે આવો રોગ થાય જ તે જરુરી નથી અને પ્રાણીઓ માનવી ના સારા મિત્રો પણ બની શકે છે.