કોરોના ની બીજી લહેર મા અનેક લોકો એ પોતાના સ્વજનો ને ગુમાવ્યા હતા અને દુખની ઘડી સહન કરી હતી જ્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જાણી ને ભલભલા ના હોશ ઉડી જાઈ કારણ કે કોરોના કાળ મા મૃત્યુ પામેલા યુવાન ના મૃતદેહ ને તેના પરીવાર દ્વારા દોઢ વર્ષ સુધી ઘરે સાચવી રાખ્યો હતો જ્યારે સમગ્ર બાબત કેવી રીતે સામે આવી હતી એ આપને જણાવિશુ.
જો આ ઘટના અંગે વાત કરવા મા આવે તો આ ઘટના ઉત્તર પ્રદેશ ના કાનપુર મા સામે આવી હતી આ ઘટના ની શરુવાત કોરોનાની બીજી લહેર મા એટલે કે 22 એપ્રિલ, 2021 ના રોજ થાય છે જેમા 35 વર્ષના ઈન્કમટેક્સ ઑફિસર વિમલેશ સોનકરનું મૃત્યુ થયુ હતુ. વિમલેશ કુમાર ઈન્કમ ટેક્સ વિભાગમાં અમદાવાદમાં આસિસ્ટંટ ઑફિસરના પદ ઉપર તૈનાત હતો.
કોરોના કાળ મા વિમલેશની તબીયત ખરાબ થતા તેના પરિવાર દ્વારા અમદાવાદ થી લખનૌ લાવવા મા આવ્યો હતો જ્યરે બાદ અવગ અલગ હોસ્પિટલ મા સારવાર કરાવ્યા છતા વિમલેશ ની તબીયત મા સુધારો જોવા મળ્યો નહતો અને આ દરમિયાન તેનું 22 એપ્રિલ, 2021ના રોજ મૃત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલે ડેથ સર્ટિફિકેટ બહાર પાડીને બોડીને પરિવારને સોંપી દીધુ હતુ.
જ્યારે પરિવાર ના 23 એપ્રિલ ના રોજ અંતિમ સંસ્કાર ની તૈયારી કરતા હતા ત્યારે વિમલેશ ના શરીર મા હલચલન જોવા મળતા પરિવાર ના સભ્યો એ અંતિમ સંસ્કાર ન કરવા નો નિર્ણય લીધો હતો અને કોરોના કાળ ને લીધે અંતિમ સંસ્કાર મા પણ માત્ર પરિવાર ના જ સભ્યો હાજર હતા અને પરીવાર ના સભ્યો એ વિમલેશ ફરી હોસ્પીટલ લઈ ગયા હતા પણ કોઈ હોસ્પીટલ મા ધ્યાન ન અપાતા તેવો વિમલેશ ને પરત ઘરે લઈ આવ્યા હતા.
જ્યારે પરિવાર ના સભ્યો એ એવું માની લીધુ હતુ કે વિમલેશ જીવતો છે અને કોમા છે ત્યારે બાદ પરીવાર ના સભ્યો પત્ની મિતાલી, પિતા રામ અવતાર, માતા અને સાથે રહેનાર બે ભાઈઓ દિનેશ અને સુનિલ તેને જીવતો માનીને તેની સેવામાં લાગી ગયા હતા. સવાર-સાંજ વિમેલશની બોડીને ડેટોલથી સાફ, તેલ માલિશ, રોજ કપડા અને પથારી પણ બદલતા હતા. રૂમમાં 24 કલાક AC ચાલું રહેતું હતું. આ બધું જ દોઢ વર્ષ સુધી ચાલુ રહ્યું હતું.
જ્યારે આ ઘટના અંગે મૃતક વિમલેશ ની પત્ની એ ઈન્કમ ટેક્સ વિભાગ ને જાણ કરી હતી અને ત્યારે બાદ ઈન્કમટેક્સ વિભાગે પૂરી ઘટના અંગે કાનપુરના DMને જાણ કરી હતી. DMના આદેશ ઉપર ઈન્કમટેક્સ વિભાગની ટીમ, ડૉક્ટર, ACP અને પોલીસ સ્ટેશનના અન્ય ઑફિસર્સ શુક્રવારે વિમલેશના ઘરે પહોંચી હતી. આ પછી તપાસ કરતા આ ઘટનાની હકિકત બહાર આવી હતી.
વિમલેશ ની પત્ની મિતાલી બેંક ના મેનેજર પદ છે તેવો એ મિડીઆ ના માધ્યમ થી જણાવ્યુ હતુ કે “પતિના નિધનથી તેના માતા-પિતા આઘાતમાં સરી પડ્યા હતા. તેઓ પુત્રનું મોત થઈ ગયું હોવાનું સ્વિકારવા તૈયાર નહોતા. એકવાર તો મને પણ એવું લાગ્યું હતું કે તેના સ્વાસ લે છે. જોકે તેનું શરીર કાળું પડતુ ગયું હતું અને પૂરી રીતે સૂકાઈ ગયું તો મને ખ્યાલ આવી ગયો હતો કે હવે શરીરમાં કંઈ બચ્યું નથી.’
મિતાલી વધુમાં જણાવે છે કે ‘સાસુ અને સસરાને સમજાવવાનો ઘણા પ્રયત્નો કર્યા હતા, તો તેઓ ઝઘડવા લાગતા હતા. તેઓ એ વાત માનવા તૈયાર જ નહોતા કે વિમલેશનું મોત થઈ ગયું છે. જેના કારણે હું કોઈ વિરોધ કરી શકી નહિ. દોઢ વર્ષ સુધી મારે સાસુ અને સસરા અને પરિવારના હા માં હા કરવી પડતી હતી. ત્યારપછી વિમલેશ વિશે ઈન્કમટેક્સ વિભાગને મેં જ જાણકારી આપી હતી.’