એવું ગામ જ્યાં કોઈના ઘરે ચૂલો નથી સળગતો, એક રસોડે બધાં સાથે જમે છે અને આ ગામમાં 57 વર્ષના સરપંચ સૌથી નાની ઉંમરના છે…
આપણે ગુજરાતમાં અનેક એવા ગામો જોયા જે પોતાની આગવી વિશેષતાઓના લીધે ઓળખાય છે.જેમાં સ્માર્ટ વિલેજ અને પોતાની આધુનિક સેવાઓ અને ગામની સ્વચ્છતા અને સુવિધાઓને લીધે ઓળખાતા હોય છે. આમ પણ ભારત ભરમાં અનેક ગામડાઓ છે જેમાં પોતાની એક આગવી ઓળખ હોય છે. ત્યારે અમે આજે આપને એક એવા ગામડાની વાત કરીશું જેમાં 1100ની વસ્તીમાં 300 લોકો તો વિદેશમાં વસવાટ કરે છે અને મહત્વની વાત તો એ છે કે, હાલમાં આ ગામમાં માત્ર વયો વૃદ્ધ લોકો રહે છે. જ્યારે દરેક ઘરના લોકો વિદેશમાં રહે છે, ત્યારે તમામ લોકો એક જ રસોડે જમે છે. ત્યારે ચાલો અમે આપને આ ગામ વિશે માહિતગાર કરીએ.
આવું ગામ ભાગ્યે જ જોવા મળે કે, આટલો સંપ હોય તેમજ આટલું સમૃદ્ધ હોય છે. સૌથી મહત્વની વાત છે કે, આ ગામ એટલે મહેસાણાનું ચાંદણકી ગામ જે દરેક લોકો માટે પ્રેરણાદાયી છે. સૌથી ખાસ વાત એ છે કે,1100ની વસતિવાળા આ ગામના 300થી વધુ લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશમાં વેલસેટ છે. એટલું જ નહીં, આ ગામના અન્ય લોકો રાજ્યના અલગ-અલગ શહેરમાં સ્થાયી થયા છે. અત્યારે ગામમાં માત્ર 50-60 જ લોકો રહે છે. ગામમાં રહેતા દરેક લોકોની ઉંમર 60 ઉપર છે.ગામના સરપંચ પૂનમભાઈ પટેલ સૌથી નાના,એટલે કે 57 વર્ષના હોવાથી સૌથી નાની ઉંમરના છે. આજે આ ગામમાં કોઈ યુવાન રહેતું નથી. આમ છતાં ગામમાં તમામ પ્રકારની સુવિધા અને સ્વચ્છતા જોવા મળે છે.
ચાંદણકી ગામના સરપંચ પૂનમભાઈ 20 વર્ષ ન્યૂયોર્કમાં રહેતા હતા. આ ગામમાં સુંદર અને રળિયામણા ગામ સાથેનું જોડાણ હોવાથી અહીંયા રહેલ.તેઓ મૂળ અમદાવાદ છે છતાંય રહેતા નથી ત્યાં, ગામમાં જ રહે છે. ગામમાં લગભગ 1100 લોકોની વસ્તીમાં જેમાંથી 300 લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશમાં આ સિવાયના ગામલોકો અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર સહિતના અલગ-અલગ સિટીમાં રહે છે.
આ ગામમાં 8થી 10 વર્ષ પહેલાં ગામમાં એક રસોડાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સમય જતાં સુધારા કર્યા છે. આજે દરેક વયોવૃદ્ધ લોકો પોતાને મનગમતું ભોજન અહીં જમે છે. આ કાર્યમાં અમારા ગામના બહાર રહેતા છોકરાઓનો પણ સારો સપોર્ટ છે. જે વડીલો અહીં જમવા ના આવી શકે તેમને અમે ટિફિન પણ પહોંચાડી દઈએ છીએ.જ્યારથી દેશમાં પંચાયત રાજ્યની સ્થાપના થઈ છે ત્યારથી આજસુધી ગામમાં કોઈ જ ચૂંટણી થઈ નથી. આજસુધી ગામમાં કોઈ પોલીસ કેસ થયો નથી. બસ, આમ જ અહીં બધા એકબીજા સાથે હળીમળીને રહે છે.
ક્યારેક ગામમાં કોઈ એવી પરિસ્થિતિ થાય ત્યારે અમારા ગામના કોઈપણ છોકરાને અમે બોલાવીએ તો તેના દરેક કામ પડતા મૂકીને દોડતા આવે છે. કોઈપણને ગમે તે તકલીફ હોય તો પોતાના છોકરા સિવાય બીજા છોકરા પણ એટલી જ લાગણીથી ગામમાં હાજર થઈ જ જાય છે. ગામમાં માત્ર સિનિયર સિટીઝનો નો રહેતા હોવા છતાં આટલો વિકાસ છે, એ અમારા બહાર રહેતાં બાળકોને લીધે છે. આજે અમારું ગામ CCTV કૅમેરાથી પણ સજ્જ છે. અમારા ગામનાં બાળકો ભલે આજે દેશ-વિદેશમાં રહેતાં હોય, પણ તેઓ આ ગામને ભૂલ્યાં નથી. તેઓ ઘણીવાર પોતાના ખર્ચે ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ છે. ખરેખર આવું ગામ ભાગ્યે જ જોવા મળે.