પોતાના મોત બાદ આટલા કરોડ ની સંપતિ છોડી ને ગયા મહાભારત ના “ભીમ” પ્રવીણ કુમાર સોબતી ! જાણી ને તમને પણ થાશે કે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં મનોરંજન કેટલું જરૂરી છે. વ્યક્તિ જયારે પોતાના રોજ બ રોજના કામથી થાકી જાય ત્યારે તે પોતાના માનસિક તણાવને દૂર કરવા માટે મનોરંજન નો સહારો લે છે પરંતુ છેલ્લા થોડા સમયથી જાણે મનોરંજન જગતને કોઈની નજર લાગી ગઈ હોઈ તેવું લાગે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ આપણે મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક કલાકરો ને ખોઈ બેઠ્યાં છે.
આપણે અહીં એવા જ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેમનું હાલમાં જ નિધન થયું છે. આપણે સૌ જાણીએ છીએ કે ટેલિવિઝન આપણા રોજ બ રોજના જીવનનો ભાગ બની ગયું છે. ટેલિવિઝન પર પ્રસારિત થતા કાર્યક્રમો પૈકી અમુક કાર્યક્રમો લોકોને ઘણા પસંદ આવે છે. અને આવા કાર્યક્રમ લોકપ્રિતમા નવા ઇતિહાસ સર્જે છે. લોકો વર્ષો સુધી આવા કાર્યક્રમ અને તેના કલાકારો ને ભૂલી શકતા નથી.
આપણે અહીં એવાજ કાર્યક્રમ અને તેમાં કામ કરી ચુકેલા એક દિગ્ગજ કલાકાર વિશે વાત કરવાની છે. મિત્રો આપણે અહીં ” મહાભારત ” વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે આ કાર્યક્રમે લોકોને મનોરંજન આપવાની સાથો સાથ લોકોને માર્ગદર્શન આપવાનું પણ કામ કર્યું છે. આ શો ના દરેક કલાકારો ઘણા લોકપ્રિય થયા છે. અને આજે પણ લોકોમાં આ શોને લઈને જે યાદો છે. તે વિસરાણી નથી. પરંતુ હાલમાં જ આ શોના એક દિગ્ગજ કલાકાર આપણને છોડીને ચાલ્યા ગયા છે.
તેમનું નામ પ્રવીણકુમાર સોબતી છે જણાવી દઈએ કે તેઓ મહાભારત માં ભીમ નું પાત્ર ભજવતા હતા. સૌ પ્રથમ જો વાત પ્રવીણકુમાર સોબતી અંગે કરીએ તો તેઓ પોતાની આગવી એક્ટિંગ અને પોતાની જબરજસ્ત કદકાઠી ના કારણે લોકોમાં જાણીતા બન્યા છે જણાવી દઈએ કે પ્રવીણ કુમાર એક્ટર ની સાથો સાથ સારા ખેલાડી પણ હતા. તેમણે એશિયન ગેમ્સમા બે ગોલ્ડ એક સિલ્વર અને એક બ્રોન્ઝ એમ ચાર મેડલ પણ જીત્યા છે. જયારે ઓલમ્પિક ગેમસમાં પણ ભારત માટે રમત રમી છે.
જણાવી દઈએ કે પ્રવીણકુમાર સોબતીએ અનેક ફિલ્મો અને સિરયલમાં કામ કરેલ છે. જો કે છેલ્લા ઘણા સમયથી તેઓ હૃદય માં ઇન્ફેક્શન અને ગોઠણ ની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. અને થોડા સમય પહેલા જ હાર્ટ અટેક ના કારણે પ્રવીણકુમાર સોબતી નું 74 વર્ષની ઉંમરે નિધન થયું. જો કે થોડા સમયથી તેઓ પોતાની આર્થિક સ્થિતિને લઈને ઘણા ચર્ચામાં હતા, જણાવી દઈએ કે એવી પણ માહિતી મળી છે કે તેમની નાણાંની કમીને કારણે તેઓ પોતાનો ઈલાજ પણ નહોતા કરાવી શકતા અને તેમણે સરકાર પાસે આર્થિક મદદ પણ માંગી હતી.
જો કે બાબતને લઈને પ્રવીણકુમાર સોબતી દ્વારા એક ઇન્ટરવ્યુ માં પણ ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાની વાતોને અફવા જણાવી હતી. અને તેમણે કહ્યું હતું કે હું એક સ્વાભિમાની માણસ છું મારે પૈસા ની જરૂર પણ નથી અને મેં માંગ્યા પણ નથી. મેં ફક્ત પંજાબ સરકાર પાસે મારો હક માંગ્યો હતો કે સરકાર મને પેન્શન આપતી નથી. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં પ્રવીણકુમાર સોબતીએ અનેક ફિલ્મ અને સીરિયલમાં કામ કરેલ છે. અને તેમાંથી તેમને ઘણી કમાણી થઇ છે જો વાત તેમની સંપત્તિ અંગે કરીએ તો તેઓ 35 કરોડની સંપત્તિના માલિક હતા.