આપણે ત્યાં કહેવાય છે કે મુંબઈની કમાણી મુંબઈમાં જ સમાણી. આજે અમે આપને જણાવીશું કે મુંબઈમાં બહારથી મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે, પરંતુ અહીંની પ્રખ્યાત તાજ હોટલમાં બહુ ઓછા લોકો રોકાય છે. કારણ કે તાજ હોટેલનું એક દિવસનું ભાડું ઘણું મોંઘું છે અને સામાન્ય માણસની પહોંચની બહાર છે. આ હોટલમાં માત્ર સેલિબ્રિટી કે બિઝનેસમેન જ રોકાઈ શકે છે.
હાલમાં ન ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યું કે મોંઘવારીથી બચવાનો એક જ રસ્તો છે. ટાઇમ મશીન લો અને પાછા જાઓ. એક સમય હતો જ્યારે મુંબઈની તાજ હોટલમાં એક રૂમનું ભાડું માત્ર રૂ.6 હતું. જાણી લો કે આનંદ મહિન્દ્રા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સમાજ સાથે જોડાયેલા મુદ્દાઓ પર લોકો સમક્ષ પોતાનો અભિપ્રાય રાખે છે.
નોંધનીય છે કે આનંદ મહિન્દ્રાની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ટ્વીટને 8 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે અને 850થી વધુ યુઝર્સે તેને રીટ્વીટ કર્યું છે. વાસ્તવમાં, આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટ દ્વારા દેશમાં વધી રહેલી મોંઘવારી પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે હવે માત્ર ટાઈમ મશીન જ મોંઘવારીથી બચાવી શકે છે. જણાવી દઈએ કે 1903માં જમશેદજી ટાટાએ મુંબઈમાં દરિયા કિનારે તાજ હોટેલની સ્થાપના કરી હતી. આ હોટલમાં 285 રૂમ છે. તાજ હોટેલમાં લક્ઝરી રૂમ સહિત અનેક પ્રેસિડેન્શિયલ સ્યુટ પણ છે. આજે આ રૂમમાં ચા પીવાના લાખો રૂપિયા ચૂકવવા પડે છે અને એ સમયમાં 6 રૂપિયા સામાન્ય લોકો માટે પણ વધારે જ હતા.