આજના સમયમાં કહેવાયને આધુનિક સિસ્ટમના લીધે અનેક પ્રકારણ વિકાસનાં કાર્યો થઇ રહ્યા છે. ત્યારે ખરેખર હાલમાં આજે અમે આપને એક એવા ગામ વિશે વાત કરીશું જેને વૈજ્ઞાનિક અને નવીત્તમ પરદ્ધતિ દ્વારા ખૂબ જ વિકાસ કર્યો છે.આપણે જાણીએ છે કે ગામમાં ચૂલામાં જ રસોઈ બને છે પરંતુ આજે અમે એક એવા ગામ વિશે વાત કરીશુંજ્યાં સોલાર દ્વારા રસોઈ બનાવવામાં આવે છે.
વર્ષો પહેલા રસોઈ માટે ચૂલાનો ઉપયોગ થતો હતો અને બાળકોને ભણવા માટે રાત્રે લાઈટ મળવી મુશ્કેલ હતી. આજે આખા આદિવાસી ગામની કિસ્મત બદલાઈ ગઈ.મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનું બાંચા ગામ દેશનું પહેલું એવું ગામ છે, જ્યાં કોઈ ઘરમાં ચૂલા કે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો નથી. જાણો કેવી રીતે બદલાયું આ આદિવાસી બહુમતી ધરાવતા ગામનું ભાગ્ય!
બાંચા ગામના તમામ 74 ઘરોમાં ખોરાક રાંધવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે. અગાઉ અહીંના લોકોને રસોઈ બનાવવા માટે જંગલમાંથી લાકડા કાપવા પડતા હતા, જેના કારણે પર્યાવરણને પણ ઘણું નુકસાન થતું હતું.સરકારી ગેસ કનેક્શન મળતા હતા, પરંતુ પૈસાની અછતને કારણે લોકો ગેસ ભરી શકતા ન હતા. રસોઈ દરમિયાન જ ગેસ સમાપ્ત થવાના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.