રામાયણમાં સુર્પણખાનું પાત્ર ભજવનાર અભિનેત્રી આજે કરે છે એવું કામ કે જોઈને ઓળખી નહી શકો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સૌથી લોકપ્રિય સિરિયલની શ્રેણીઓમાં મહાભારત અને રામાયણ મોખરે આવે છે. આ સિરિયલ દ્વારા અનેક કલાકારો એ ઓળખ બનાવી. આજે અમે આપને રામાયણ સીરિયલમાં અભિનય કરનાર એ અભિનેત્રી વિશે જણાવીશું જેમને સુર્પણખાનું પાત્ર ભજવ્યું હતું. આજે આ અભિનેત્રીને કોઈ નજર સામે જુએ તો કોઈના ઓળખી શકે કારણ કે આ સિરિયલ 90નાં દશકમાં આવતી હતી
આજે અમે આપને જણાવશું કે, સુર્પણખાનું પાત્ર ભજવનાર અભિનેત્રી આજે કેવું જીવન જીવી રહી છે અને તેમનું સાચું નામ શું છે. રામાયણ સીરીયલમાં સુર્પણખાનું પાત્ર ભજવનાર મહિલાનું નામ રેણુ ધારીવાલ હતું અને તેમણે વર્ષ 2018 માં એક ઇન્ટરવ્યુમાં રેણુએ જણાવેલ હતું કે, સુર્પણખાનાં પાત્ર તરીકે રામાનંદ સાગરએ તેમણે કેમ સિલેકશન કર્યું હતું.
અભિનેત્રી બનવા માટે રેણુ 20 વર્ષની ઉંમરે મુંબઈ સપના પુરા કરવા આવેલા. આ વિશે રેણુ ધારીવાલે તેના પિતાને પણ કહ્યું ન હતું. મુંબઈ આવ્યા પછી તે અભિનયના વર્ગમા જોડાયા હતા. ત્યારબાદ તેમને નાટકોની દુનિયામાં પહેલી વાર પગ મૂક્યો હતો.ત્યાંર બાદ તેમનેએ અનેક ફિલ્મો અને સિરિયલોમાં કામ કરવા છતાં ધારેલ સફળતા ન મેળવી.
આ એક જ એવું પાત્ર છે, જે લોકોના હૈયામાં જીવંત છે, તેમને અભિનયની દુનિયામાંથી અચાનક વિદાય લઈ લીધો અને 34 વર્ષની અભિયની કારકિર્દી એક પળમાં સમાપ્ત થઈ ગઈ. આજે તેઓ રાજકારણ ક્ષેત્રમાં વધુ જોડાયેલ છે અને તેઓ કોંગ્રેસ પાર્ટીના સમર્થક છે અને હાલમાં ખૂબ જ સુખદાયી જીવન પસાર કરી રહ્યા છે અને અભિનયની દુનિયાને અલવિદા કહી માત્ર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે.