દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે આજે આપણે મુકેશ અંબાણી વિશેની ખાસ વાત જાણીશું. આપણે જાણીએ છે કે, મુકેશ અંબાણી ખૂબ જ સરળ આ ને સાદગી ભર્યું જીવન જીવે છે પણ તેમને કાર ક્લેશન નો ખુબ જ શોખ છે.
તેમના એન્ટીલિયામાં એક ફ્લોર છે, જ્યાં તેમની 500 થી વધુ કિંમતી આલીશાન કાર છે. ત્યારે હાલમાં ફરી એક વાર અંબાણી પરિવારે એક આલીશાન કાર ખરીદી છે, ચાલો આ કાર વિશે અમે આપને જણાવીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે, મુકેશ અંબાણીએ હાલમાં જ બેન્ટલી બેન્ટાયગા વી8 કંપનીની કાર પોતાના કલેક્શનમાં એડ કરી છે. આ કારની કિંમત જાણીને તમે પણ આશ્ચય પામી જશો. આ કાર વિશે જણાવીએ તો બ્રિટિશ કંપની બેન્ટલીએ પોતાની આ કારની 2021ની એડિશનની જાહેરાત 2020માં કરી હતી અને અંબાણી પરિવારમાં બે બેન્ટાયગામાં કાર બુક કરાવેલ.
ખાસ વાતે છે કે, બેન્ટલી બેન્ટાયગાના ટોચના મોડલની કિંમત 4.10 કરોડ રૂપિયા છે. અંબાણી પરિવાર પાસે પહેલેથી જ રેસિંગ ગ્રીન અને બ્રાઉન કલરની બેન્ટલી બેન્ટાયગા છે. તેમાંથી એક W12 એન્જિન દ્વારા સંચાલિત છે અને બીજામાં V8 એન્જિન છે.
બેન્ટલીએ ગયા વર્ષે પેટ્રોલ W12 અને પેટ્રોલ V8 રાખતી વખતે V8 ડીઝલ છોડ્યું હતું. જો કે ભારતમાં, બેન્ટલી સત્તાવાર રીતે માત્ર V8 વેરિઅન્ટ ઓફર કરે છે. વ્યક્તિઓમાંના એક હતા. અંબાણી પરિવાર આ કારનો વધુ ઉપયોગ કરતું નથી. અંબાણીના કાર કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ જી-વેગન, બેન્ટલી બેન્ટાયગા જેવા લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે જે ભારતની સૌથી મોંઘી એસયુવી કાર પણ છે.