શોલે ફિલ્મ માં ઠાકુર નું કિરદાર નિભાવનાર સંજીવ કુમાર નો જન્મ ગુજરાત ના આ ગામ મા થયો હતો ! બોલીવુડ મા એવી રીતે એન્ટ્રી કરી હતી કે

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું બોલીવુડ ફક્ત ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણું જ પ્રસિદ્ધ છે આપણા આ ફિલ્મ જગત ને લાખો અને કરોડો લોકો પસંદ કરે છે. તેને ચાહ્વાવાળા દેશ અને વિદેશો માં ફેલાયેલા છે. અને લોકો પણ આપણી ફિલ્મો અને આવા તમામ ફિલ્મી કલાકારો ને ઘણાજ પસંદ કરે છે. આવા કલાકારોનો ચાહક વર્ગ ઘણી જગ્યાએ ફેલાયેલ હોઈ છે. આપણે આજે અહી એક એવાજ ફિલ્મી કલાકાર કે જેમણે ઘણા લોકો પસંદ કરતા હતા અને જેમણે પોતાની અભિનય કળાથી લાખો લોકો ના દિલ પર રાજ કર્યું છે તેવા કલાકાર સંજીવ કુમાર અંગે વાત કરવાની છે. અને તેમના ફિલ્મી કારકિર્દી અંગે પણ આપણે અહી વાત કરશું.


આપણે સૌ જાણીએ છીએ તેમ સંજીવ કુમારે ઘણીજ નાની ઉમર માં પોતાના ચાહક વર્ગને ઘણોજ મોટો જટકો આપ્યો એટલેકે નાની ઉમરમાં તેમનું દેહાંત થઇ ગયું. હજી થોડા સમય પહેલાજ તેમની પુણ્યતિથી ઉજવવામાં આવી. આ સમયે બોલીવુડ ના અનેક લોકો તેમાં જોડાણ અને તેમણે સંજીવ કુમાર ને શ્રધાંજલિ પણ આપી. જો વાત તેમના જન્મ અને બાળપણ અંગે કરીએ તો તેમનો જન્મ ગુજરાત ના સુરત શહેરમાં ૯ જુલાઈ ૧૯૩૮ ના રોજ થયો હતો. તેઓ બાળપણથી જ ભણવામાં અને અભિનય માં ઘણાજ માહિર હતા. તેમનો જન્મ એક સંપન કુટુંબમાં થયો હતો. તેમને નાનપણ થીજ ફિલ્મો જોવાનું ઘણુંજ પસંદ હતું.

જો વાત તેમના અભિનય ના શરૂઆત અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે પ્રથમ તેઓ મુંબઈ પહોચ્યા અને ત્યાર બાદ તેમણે નાટકોમાં કામ કરવાનું શરુ કર્યું જેના કારણે અહી તેમને એક્ટિંગ ને લગતી ઘણીજ નાની નાની બાબતો જાણવા મળી. ધીરે ધીરે તેઓ અભિનય માં અવ્વલ થતા ગયા. જો વાત તેમના બોલીવુડ માં આવવા અંગે કરીએ તો તેમણે આ ફિલ્મ જગતમાં નિશાન નામની ફિલ્મથી પોતાની કલાકારી ની શરૂઆત કરી હતી. જે ને લોકો તરફથી ઘણો જ સારો પ્રતિભાવ પણ મળ્યો હતો. આ ફિલ્મ પછી તેમણે એક પછી એક અનેક સુપર હીટ ફિલ્મો આપી જેના કારણે તેમના તમામ કીરદારો લોકોમાં ઘણા જ લોક પ્રિય બન્યા જેમાંથી શોલે ફિલ્મ નો “ઠાકુર” નો કિરદાર એક છે.


જો વાત તેમની ફિલ્મો અંગે કરીએ તો અનેક સુપર હીટ ફિલ્મો જેવી કે અંધી, મોસમ, નમકીન, અંગુર, સત્યકામ, દસ્તક, કોશીસ, નોકર ઉપરાંત અનેક ફિલ્મોની યાદી છે. આ વાત કદાચ તમે નહિ જાણતા હોવ કે સંજીવ કુમાર નું સાચું નામ હરિહર જેઠાલાલ જરીવાલા હતું. જેમાં જેઠાલાલ તેમના પિતાનું નામ હતું.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here