જેનુ માત્ર નામ જ કાફી કતુ. એવા સરમણ મુંજા જાડેજા ને ગરીબો ના મસીહા કેમ કેહવાતા??
કાઠીયાવાડ ની ધરા ખૂબ જ પવિત્ર છે, જ્યાં અનેક સંતો, મહાપુરુષો, વીર, અને અનેક સતીઓ અને મહાન વ્યક્તિઓ થઈ ગયા જેમનું જીવન ઇતિહાસમાં પન્ને સુવર્ણ અક્ષરે લખાયું છે. આજે આપણે વાત કરીશું પોરબંદર શહેરના એક એવા જ મહાન વ્યક્તિ વિશે જેને લોકો ભલે એક ગેંગસ્ટર તરીકે ઓળખતા રહ્યા પરતું તેઓ સામાન્ય પ્રજા માટે ન્યાયનાં દેવતા સમાન હતા. કેહવાય કે તેઓ વન મેં આર્મી તરીકે ઓળખાતા હતા અને તેમના જીવન પરથી બોલીવુડમાં શેર નામની ફિલ્મ બની અને આ ફિલ્મમાં તેમનું પાત્ર સંજય દત્ત ભજેવલું હતું.
પોરબંદર શહેરમાં એક જ નામ ગુજતું હતું અને તે હતું સરમણ મુંજા જાડેજા! કહેવાય છે કે, સરમણ મુંજા જાડેજા જ્યાં જ્યાં જતા ત્યાં ગામ લોકો સંસારના કંકાસની રાવ સાથે ટોળા વળી જતા અને વનમેન કોર્ટજેવો એ કોઠાસૂઝ થી લોકોને ન્યાય આપતા અને તેમનું વ્યક્તિત્વ એવું હતું કે, તેઓ બીડી નો જુડી કાઠતા તો લોકો તેમની સક્ષમ હુક્કો હાજર કરતા હતા. તેમનો સ્વભાવ એકદમ નિખાલસંપૂર્ણ અને નિર્મળ હતો. તેઓ દુખિયાનાં બેલીઓ હતા જયારે ખરાબ વ્યક્તિ સામેં કાઠિયાવાડનાં ડોન સમાન હતાં
સરમણ મુંજા જાડેજાનાં જીવન વિશે જાણવા જેવું છે. સૌરાષ્ટ્રના જાહેરજીવન, રાજકારણ અને ગેંગવોરક્ષેત્રનું એવું જ એક ઘટનાત્મક જીવન, સતત ચર્ચાતું નામ એટલે સરમણ મુંજા જાડેજા. આ એક એવું નામ છે જેનાથી એક સમયે સમગ્ર પોરબંદરની ધરા થર થર ધ્રુજતી હતી. સરમણ મુંજા ભલે એક ગેગસ્ટર તરીકે પોતાનું જીવન વિતાવ્યું પરતું તેમને સમાજસેવાના કર્યો અનેક કર્યા હતા એટલે જ તેઓ લોકપ્રિય હતા.
પોરબંદરની ગેંગ વોર 1960ના દાયકાના અંતમાં શરૂ થઈ હોવાનું કહેવાય છે, જ્યારે મહારાણા મિલના માલિક નાનજી કાલિદાસ મહેતાએ મિલની હડતાલ તોડવા માટે બે ભાઇઓ દેવુ અને કારસન વાઘેરને કામ સોંપ્યું હતું. વિસ્તારમાં દેવુ આવ્યો ત્યારે સરમણે તેને પતાવી દીધો હતો. દેવુના મોત બાદ થોડા દિવસ છપછી કરશન વાઘેરની લાશ પણ મહારાણા મીલના દરવાજે લટકતી મળી આવી હતી અને એ દિવસ પછી જ સરમણ મુંજાનું નામ પંથકમાં ગુજયું.
દસકાઓના ગુનાહીત સામ્રાજ્ય પછી સરમણ જાડેજા ધાર્મિક રંગે રંગાયા હતો અને તેણે સ્વાધ્યાય આંદોલનના પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ પ્રભાવિત કર્યા હતો. એક વાર એક ગામમાં સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં સરમણ મુંજા જાડેજા ની હત્યા કાળા કેશવે કરી નાંખી હતી.આખરે બન્યું એવું કે પતિના મુત્યુનું બદલો લેવા સરમણની ગેંગનું નેતૃત્વ તેમના પત્ની સંતોકબેન જાડેજાએ સંભાળ્યું હતું.
સરમણની ગેંગમાં 100થી વધારે વફાદાર લોકો સામેલ હતા. જે સંતોકબેન તેમના પતિના હત્યારોની હત્યા કરીને પોતાના પતિનો મોતનો બદલો આખરે લીધો ખરો. તેઓ પણ લોકોના અને જ્ઞાતિના કલ્યાણ અર્થે સમાજસેવા અને મહિલાઓ અમે દીકરીઓને શિક્ષિત બનાવ અનેક કર્યો કર્યા અને તેઓ વિધાનસભામાં ચૂંટણી જીતીને રાજકારણ ક્ષેત્ર ઝપલાવ્યું. કહેવાય છે કે, તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેઓ એ લોકોની સેવા જ કરી છે. તેમના જીવન પરથી ગોડમધર નામની ફિલ્મ બનેલ છે.