સોસ્યલ મીડયા દ્વારા આ ૧૫ વર્ષનો યુવક કમાય છે લાખો રૂપિયા! શું તમે જાણો છો આ બાબત અંગે તેણે સોસ્યલ મીડિયા પર..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોસ્યલ મીડયા નો છે હાલમાં લોકો દ્વારા ઘણા બહોળા પ્રમાણમાં સોસ્યલ મીડયા નો ઉપયોગ થાય છે જોકે આ પૈકી મોટા ભાગના લોકો સોસ્યલ મીડ્યાનો ઉપયોગ ફક્ત મનોરંજન મેળવવા માટે જ કરે છે પરંતુ જો યોગ્ય મહેનત અને જ્ઞાન વાપરીને સોસ્યલ મીડયા નો ઉપયોગ કરવામાં આવે તો તે કમાવવા માટેનું પણ એક સાધન બની શકે છે આપણે અહી આવાજ એક ૧૫ વર્ષના યુવક વિશે વાત કરવાની છે કે જે મહિને સોસ્યલ મીડ્યાની મદદથી લાખો રૂપિયા કમાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે સફળતા મેળવવા માટે કોઈ ઉમર ની જરૂર નથી વ્યક્તિ પોતાની આવડત અને કળા ને કારણે કોઈ પણ ઉમરે સફળ બની શકે છે આ બાબત આ ૧૫ વર્ષના યુવકે સાચી સાબિત કરી છે. આપણે અહી આ યુવક વિશે વાત કરવાની છે કે જેનું નામ મોહિત ચુરીવાલા છે. કે જે એક ઉદ્યોગ સાહસિક, ડીજીટલ માર્કેટર અને સોસ્યલ મીડયા ઇન્ફ્લુંએન્સર છે. ખાસ તો મોહિત પોતાની કંપની MAXTRENMEDIA માટે જાણીતા છે.

જણાવી દઈએ કે આ કંપની ડીજીટલ માધ્યમ પર હાજરી વધારી આપે છે. જો વાત મોહિત ચુરીવાલા અંગે કરીએ તો તેનો જન્મ ૧૫ ડીસેમ્બર ૨૦૦૩ ના રોજ ગુજરાત ના સુરત માં થયો હતો અને અહીજ તેમણે સ્કૂલી અભ્યાસ કર્યો છે. તે જયારે ૧૫ વર્ષનો હતો ત્યારે સોસ્યલ મીડયા લોકોમાં નવું હતું માટે મોહિતે અહી પોતાની પ્રતિભા આજ્માંવાનું વિચાર્યું અને એક ઇન્સ્તાગ્રમ પેજ બન્યું કે જ્યાં તેના કોન્ટેનટ લોકોને ઘણા પસંદ આવ્યા. મોહિત ચુરીવાલાએ પોતાનું એક એકાઉન્ટ 7 લાખમાં વેચ્યું હતું.

જે બાદ અનેક લોકો તેની સાથે જોડતા ગયા. મોહિત ચુરીવાલા એક ડીજીટલ નિષ્ણાત બની ગયો છે કે જે ધંધા અને વસ્તુ ના વિકાસ માટે મદદ કરે છે નાની ઉમર માં બનાવેલ વેબ અને તે અંગે મેળવેલ માહિતીમાં અને નિપુણતા ના કારણે મોહિત ચુરીવાલા દેશ વિદેશના ૧૦૦ જેટલા કસ્ટમર બનાવ્યાં. જે બાદ ૧૮ વર્ષની ઉમરે પહેલી કંપની બનાવી હતી જે બાદ તેમણે અનેક મોટી કંપની અને બ્રાંડ સાથે કામ કર્યું અને તેમને પ્રમોટ કર્યા

જો કે તેમણે શરુ કરેલ યુટ્યુબ ચેનલ નિષ્ફળ રહી હતી જે બાદ હિંમત હાર્યા વગર તેમણે ફરી મહેનત કરી અને સોસ્યલ મીડયા પેજ પર કામ કર્યું જેમાં ૪૨ લાખ કરતા પણ વધુ લોકો જોડાયા જે બાદ તેમણે અનેક કંપની અને બ્રેન્ડ સાથે જોડાયા હતા. આમ નાની ઉમરે તેમણે અનેક કંપની સાથે કામ કરી પોતાની આવડત વડે કંપની બનાવી અને સફળ પણ થયા આ માટે તેમણે કોઈની પણ આર્થિક કે અન્ય મદદ લીધા વિના આગળ વધ્યા જે એક મિશાલ છે. હાલમાં મોહિત ચુરીવાલા પોતાના કાર્યથી આશરે ૩ લાખ રૂપિયા પ્રતિ મહિના સુધી કમાય્લે છે

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here