આપણી ગુજરાતની ઘરામ એવા ઘણા કલાકારો છે જેઓ મૂળ ગુજરાતી ન હોવા છતાં પણ ગુજરાતી અભિનય કરીને ગુજરાતમાં લોકપ્રિયતા મેળવેલ ત્યારે આજે આપણે વાત કરીશું.સરીતા જોશી વિશે જેનો જન્મ ગુજરાત મા નથી થયો ! આવી રીતે આવ્યા હતા ગુજરાતી ફિલ્મોમાં કે તમે જાણીને ચોંકી જશો. આજે પણ તેઓ અભિનય સાથે સંકળાયેલ છે, ત્યારે ચાલો એમનાં જીવન વિશે જાણીએ.
ગુજરાતી રંગમંચ ભૂમિને મહત્વનું યોગદાન આપવા બદલ ગુજારાતી અને મરાઠી તેમજ હિન્દી રંગમંચ અને ફિલ્મ અને સિરિયલમાં યોગદાન આપનાર સરિતા જોશીને પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. ખરેખર આ ક્ષણ યાદગાર છે. સરિતા જોશી નાનપણ થી પોતાના મોટા બહેન પદ્મરાણી સાથે જ નાટકોમાં કામ કરીને આ લોકપ્રિયતા હાસિલ કરી છે. તેમના જીવનમાં ઘણા ખરાબ દિવસો જોયા પરંતુ આજે તેઓ ખુબ જ નામના મેળવી છે.
પૂણેના ભીમરાવ ભોંસલેના પુત્રી સરિતાનો ઉછેર વડોદરામાં થયો. તેમનાં પિતા બેરિસ્ટર હતા અને સાહ્યબી, સુવિધા વચ્ચે તેમનું બાળપણ પાંગર્યું હતું. પરંતુ પછી આકસ્મિક સંજોગોમાં પરિવારની સમૃદ્ધિ છીનવાઈ ગઈ ત્યારે અભિનય જ તેમનાં માટે આજીવિકાનું નિમિત્ત બન્યો હતો.સરિતા જોશી એ ભારતીય નાટ્ય, ટેલિવીઝન અને ફિલ્મ કલાકાર તરીકે ઓળખ મેળવી છે આજે . તેઓ ગુજરાતી નાટ્ય અને મરાઠી નાટ્ય તેમજ મરાઠી ચલચિત્ર કલાકાર પણ છે. તેઓ સ્ટાર પ્લસની ટેલિવીઝન ધારાવાહિક બા બહૂ ઔર બેબી માં ગોદાવરી ઠક્કરના પાત્ર માટે જાણીતાં છે. સરિતા જોશી આજે પણ રંગભૂમિ અને ટેલીવિઝન તથા બીજી ઈતર પ્રવૃત્તિમાં રત છે.
તેઓ નાટ્ય દિર્ગ્દર્શક પ્રવિણ જોશી સાથે પરણ્યા છે તેમની પુત્રી કેતકી દવે દક્ષાના પાત્ર માટે ક્યૂૂંકી સાસ ભી કભી બહુ થી માટે જાણીતા છે. તેમની પુત્રી પૂર્વી જોશી કોમેડી સરકસનાં રજૂકર્તા માટે જાણીતા છે. શરમન જોશી તેમનો ભત્રીજો થાય છે,તેઓ જાણીતી અભિનેત્રી પદમા રાણીના બહેન થાય છે.૧૯૮૮માં તેઓએ ભારતની સંગીત, નૃત્ય અને નાટકની રાષ્ટ્રિય અકાદમી એવી સંગીત નાટક અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી એવોર્ડ ગુજરાતી નાટકોમાં અભિનય માટે મેળવ્યો હતો.
માત્ર ૬ વર્ષની વયથી રંગમંચ પર પદાર્પણ કરી ચૂકેલા સરિતા જોશીએ એટએટલાં નાટકોમાં બહુવિધ ભૂમિકાઓ ભજવી છે કે ઈન્ડિયન નેશનલ થિયેટર અને સરિતા જોશી બંનેનો ઉલ્લેખ અનિવાર્યપણે એકમેક સાથે કરવો પડે. સંતુ રંગીલી નાટકમાં તેમણે કરેલી સંતુની ભૂમિકા એટલી લોકપ્રિય બની ગઈ કે આજપર્યંત સંતુ અને સરિતા બંને એકબીજાથી અલગ પાડવા મુશ્કેલ થઈ પડે છે. એ સિવાય તેમણે ધુમ્મસ, કોઈ ભીંતેથી આયના ઉતારો જેવા નાટકો ભારે લોકપ્રિય નીવડ્યા હતા. ખરેખર આ અભિનેત્રીના જીવનને ધન્ય છે અને આપણા સૌ માટે પ્રેરણાદાયક છે.