આ ટોપ 5 બીઝનેસમેન છે શેર બજાર ના કીંગ ! જે શેરબજાર મા ઢગલા મોઢે રુપીયા કમાઈ છે એ પણ…
આજે આપણે વાત કરીશું ભારતના એવા પાંચ શેરબજારનાં શહેનશાહ વિશે, જેમણે પોતાની કોઠાસૂઝ થી શેરબજારમાં નામના મેળવી. ખરેખર શેર બજારનું નામ આવે એટલે સૌથી પહેલા હર્ષદ મહેતા આવે. આજે આપણી લિસ્ટમાં એ વ્યક્તિ ભલે નાં હોય પરંતુ હર્ષદ મહેતા એ કરેલ સ્કેમ ને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે. હર્ષદ એ જે પણ નામના અને સંપત્તિ મેળવી એ બધું જ શેર બજારના લીધે જ થયું. ભલે બલીનો બકરો બેંકો બની પણ આખરે તમામ ચડાવો તો શેર બજારમાં જ ચડ્યો હતો. ચાલો ત્યારે આપણે ભારતના એવા પાંચ વ્યક્તિ વિશે જાણીએ જે આજે વૈભવશાળી જીવન વિતાવી રહ્યા છે.
શેર બજારમાં સૌથી પહેલા નામ આવે રાકેશ ઝુનઝુનવાલાનું જેણે 40 વર્ષ સુધી શેર બજારમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું.ઝુનઝુનવાલા ભારતીય શેર બજારના વોરન બફેટ પણ કહેવાય છે. તેમણે 18 વર્ષની ઉંમરમાં શેર બજારમાં પગ મુક્યો હતો.ઝુનઝુનવાલાએ પોતાના કરિયરની શરૂઆત ફક્ત 5000 રૂપિયાથી કરી હતી. વર્ષ 1988 માં તેમની નેટ વર્થ એક કરોડ રૂપિયા હતી, જો 1993 માં વધીને 200 કરોડ થઈ ગઈ.આજે રાકેશ ઝુનઝુનવાલા પાસે 36,000 કરોડથી વધારેની સંપત્તિ છે.
રાધાકિશન દમાની : દમાની એક સફળ રોકાણકારની સાથે-સાથે સફળ બિઝનેસમેન પણ છે. ડી-માર્ટ નામની રીટેલ ચેનના માલિક રાધાકિશન દમાની છે. ભારતના રિટેલ કિંગ કહેવાતા દમાની દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પણ ગુરુ છે. . રાધાકિશન દમાની ભારતના ટોચના 10 અમીરોની યાદીમાં શામેલ છે. ‘મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ’ નામથી પ્રખ્યાત છે. તેમની સલાહ છે કે કોઈ પણ શેરમાં ટૂંકા સમય માટે પૈસા રોકવાથી બચો. તાજેતરમાં દમાનીએ દક્ષિણ મુંબઈના મલાબાર હિલ્સ વિસ્તારમાં 1,001 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો.બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડિક્સ અનુસાર રાધાકિશન દમાનીની સંપત્તિ 19.3 બિલિયન ડોલર એટલે કે 1.42 લાખ કરોડ છે.
ડોલી ખન્ના : શેર બજારમાં ચેન્નઇની એક મહિલા રોકાણકાર ડોલી ખન્ના એ પોતાની નામના મેળવી છે. ડોલીએ પોતાના પતિ રાજીવ ખન્ના સાથે મળીને શેરમાં રોકાણની શરૂઆત કરેલ અને ડોલી ખન્નાના પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ તેમના પતિ રાજીવ ખન્ના કરે છે. ડોલી ખન્નાની નેટવર્થ હાલ 357.4 કરોડ રૂપિયાની છે.
રામદેવ અગ્રવાવ : દિગ્ગજ રોકાણકાર અને મોતીલાલ ઓસવાલ ફાયનેંસ સર્વિસ લિમિટેડ ના વહીવટી સંચાલક રામદેવ અગ્રવાલ દલાલ સ્ટ્રીટના રાજા ગણાય છે. આજ થી 25 વર્ષ પહેલા 4-5 લાખ રૂપિયાના રોકાણથી શરૂઆત કરી હતી. આજે તેમનું શેર બજારમાં એક અલગ જ ઓળખ છે.
અનિલ કુમાર ગોયલ :ક્વોલિટી સ્મોલકેપ શેરમાં રોકાણ કરી મોટી કમાણી કરવામાં તે પારંગત છે. ગોયલ પાસે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સની ઓછામાં ઓછી 30 કંપનીઓમાં સારી એવી ભાગીદારી છે. અનિલ કુમાર ગોયલ એ જેબીએમ ઓટો, શ્રીકલાહસ્તી પાઇપ્સ, તિરુમલા કેમીકલ્સ, કોસ્મો ફિલ્મ્સ, દ્વારિકેશ શુગર ઇન્ડસ્ટ્રીઝ, ઓપી ચેન્સ, સાંઘવી મૂવર્સ અને વર્ધમાન હોલ્ડિંગ્સમાં મોટું રોકાણ કર્યું છે. ગોયલની કુલ નેટવર્થ 1,330.9 કરોડ ર