ઓસ્ટ્રેલિયા મા પાટીદાર ખેડુતો એ વગાડ્યો ડંકો ! આવી રીતે ખેતી કરી વર્ષે લાખો અને કરોડો રુપીઆ કમાઈ છે…જાણો વિગતે
આપણે ગુજરાતીઓ એટલે ખેતી અને ધંધો એ લોહીમાં છે એવું કહી શકાય જ્યારે હવે ગુજરાતી હોય વિદેશમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે અને ક્ષેત્રમાં વિદેશમાં પણ ગુજરાતી આગળ નીકળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો ગુજરાતના પાટીદાર સમાજના લોકો ઓસ્ટ્રેલિયામાં ખેતી કરવા લાગ્યા છે અને વર્ષે દહાડે લાખો અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.
આ અંગે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના ગ્રિફિથ ઉપરાંત નોર્ધર્ન વિક્ટોરિયાના શેપર્ટન શહેરમાં ખેતી કરીને ડોલરમાં કમાણી કરી રહેલા યુવનો રિપલભાઈ પટેલ, અશ્વિનભાઈ રિબડિયા અને ભાવેશભાઈ દોંગાએ મીડીઆ ના માધ્યમ થી જણાવ્યુ હતુ કે વિદેશ મા કેવી રીતે ખેતી થાય છે અને કેટલી કમાણી થાય છે. મુળ સુરત શહેર ના અશ્વિનભાઈ રિબડિયા વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયા ગયા હતા જ્યારે તેવો છેલ્લા 2 વર્ષ ના ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચરનો કોર્સ કરી ખેતી ચાલું કરી હતી.
આ અંગે અશ્વિનભાઈ રિબડિયા એ દિવ્ય ભાસ્કરના માધ્યમ થી જણાવ્યુ હતુ. ” કે મેં શરૂઆતનાં 7 વર્ષ ફાર્મમાં કામ કર્યું, પછી મારું પોતાનું ફાર્મ ખરીદ્યું. એ માટે મેં રિયલ એસ્ટેટ એજન્ટનો સંપર્ક કર્યો હતો. બાદમાં બેંકમાંથી લોન લઈને ઘરથી 20 કિલોમિટર દૂર 80 એકરનું ખેતર ખરીદ્યું છે. હાલ બે ફાર્મ છે. મારે ત્યાં ફુલટાઈમ 3 લોકો અને સીઝનમાં 15 લોકો કામ કરે છે. ખેતરમાં સફરજન અને ચેરી વાવ્યાં છે. તેમના ફાર્મમાં દર વર્ષે પ્રતિ હેક્ટર 70 ટન સફરજન થાય છે, જ્યારે 12 ટન ચેરીનું ઉત્પાદન થાય છે.
આ ઉપરાંત રાજકોટ જીલ્લા ના જેતપુર તાલુકા ના ભાવેશભાઈ વાલજીભાઈ દોંગાએ જણાવ્યુ હતુ કે ભારતમાં હું પ્રોડક્શન એન્જિનિયરિંગ ભણીને વર્ષ 2005માં અહીં આવ્યો. અહીં ડિપ્લોમા ઇન એગ્રિકલ્ચરનું ભણ્યો, કારણ કે એમાં સ્કોપ સારા હતા. શરૂઆતમાં મેં સ્ટડી સાથે રેસ્ટોરન્ટમાં અને બીજી જગ્યાએ નોકરી કરી. કોલેજમાંથી ટ્રેનિંગ માટે ખેતરોમાં કામ કર્યું. બાદમાં મેં ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટમાં ગ્રિફિથમાં 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (અંદાજે 5 કરોડ રૂપિયા)માં 250 એકરનું ફાર્મ લીધું, જેમાં બીજા 5 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું. હાલમાં મારા ખેતરમાં ઘઉં વાવેલા છે, પરંતુ ભવિષ્યમાં મારું ચેરી, ઓરેન્જ અને પ્લમ વાવવાનું આયોજન છે. ધારો કે અહીં પ્રતિ હેકટર 25 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર (14 લાખ રૂપિયા)ની આવકનો અંદાજ રાખીએ છીએ, એટલે કે 5મા વર્ષે આશરે 1 મિલિયન ડોલર (5.50 કરોડ) જેટલું રિટર્ન મળે છે, જે ધીમે ધીમે વધતું જાય છે.
આ ઉપરાંત અનેક ગુજરાતી ઓ છે જે ઓસ્ટ્રેલિયા મા કપાસ, ઘઉં, એપલ, ઓરેન્જ, તડબૂચ, બદામ, બ્રોકોલી સહિતના પાકોની ખેતી કરે છે અને લાખો રુપીયા કામાઈ છે. સામાન્ય રીતે ગુજરાતી વિદેશ મા હોટેલ અને મોટેલ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ઘણા ગુજરાતીઓ એજ્યુકેશન માટે જાઈ પણ ઘણા ગુજરાતીઓ ની નજર ખેતી પર પડી અને ખેત્રી ક્ષેત્ર મા તક દેખાતા અલગ અલગ પધ્ધતિ થી ખેતી કરે છે અને ખરીદી નિયમો, સરળ લોન જેવી સુવિવાઓના કારણે ગુજરાતી ને ખેતી મા પણ ફાવટ આવી ગઈ અને આજે ઘણા ગુજરાતીઓ જમીનનો માલિક બની ગયા છે અને કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે.