આ મા અને દીકરા ની જોડી એ કમાલ કરી દીધી ! મશરૂમ નો ધંધો કરી આવી રીતે લાખો ની કમાણી કરે છે.
આજના સમયમાં દરેક વ્યક્તિઓ આગળ પોતાનો ઘરનો ધંધો શરૂ કરીને આગળ વધી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં પોતાની કોઠા સૂઝ દ્વારા નાના પાયે શરૂ કરેલ વ્યવસાય સમય જતાં મોટું રૂપ ઘારણ કરી લે છે. આજે આપણે એક એવા મા દીકરાની સફળતાની કહાની વિશે જાણીશું જેના વિશે ભાગ્યે જ તમે જાણતાં હશો. એક સમયે એક પેકેટ થી શરૂ કરેલ મશરૂમની ખેતીમાંથી આજે લાખો રૂપિયા મળી રહ્યા છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે કંઈ રીતે મા દીકરાએ આ વ્યવસાયની શરૂઆત કરેલ.
આપણા ગુજરાતમાં જે રીતે અનેક લોકો મસરૂમની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ છે, એવી જ રીતે કેરળના એર્નાકુલમમાં રહેતા જીતુ થોમસ અને તેમની મા એ શરૂ કરેલ મસરૂમની ખેતી દ્વારા અનેક લોકોને રોજગારી મળી રહી છે. આજથી ચાર વર્ષ પહેલાં ખેતી શરૂ કરેલ. વાત જાણે એમ છે કે, 19 વર્ષની ઉંમરે જીતુએ એક પેકેટમાં મશરૂમ ના બીજ વાવ્યા અને બસ પછી તો તેને આ કામમાં મન લાગ્યું.
સમય જતાં મશરૂમની ખેતી વિષે અભ્યાસ કર્યા કરતા હતા અને આજે જીતુ અને તેની માતા 5000વર્ગ ફૂટના ખેતરમાં સ્પેસ અને લેબ એરિયા સંભાળે છે 2012માં શરૂ કરેલ અને આજે રોજના 200 કિલોગ્રામ જેટલા મશરૂમ ઉગાવવામાં આવે છે. આજે તેમના લીનાજ ફાર્મમાં 11 મહિલાઓ કામ કરે છે. મશરૂમને 200 ગ્રામના પેકેટમાં પેક કરવામાં આવે છે શોપ, મોલમાં મોકલવામાં આવે છે.
આજના સમયમાં તેમને આ ખેતી દ્વારા 25 થી 40 હજાર રૂપિયાની કમાણી થઇ રહી છે અને ક્યારેક કોઈકારનોસર નુકસાન વેઠવું પડે છે પરંતુ એક વાત સત્ય છે કે નાનાં પાયે શરૂ કરેલ કામ પણ સમય જતાં તમને સફળતા અપાવી શકે છે. આ ખેતી દ્વારા તેમને લાખો રૂપિયાની કમાણી થઈ રહી છે. ત્યારે આ મા દીકરાની સફળતાની કહાની અનેક લોકો માટે પ્રેરણાદાયી રહેશે.