ખેડુત ની દીકરી ને એક બે નહી 9 સરકારી નોકરી મળી બધી ઠુકરાવી દીધી કારણ એવુ હતુ કે…
આજના સમયમાં દરેક યુવાપેઢીનું સપનું હોય છે સરકારી નોકરી મેળવવાનું પણ ભાગ્યે જ કોઈકનું અવ સ્વપ્ન પૂરું થતું હોય છે. આ સ્વપ્ન પાછળ અનેક લોકો એ દિવસ રાત એક કરીને મહેનત કરી હોય છે, ત્યારે સફળતા મેળવી હોય છે. આજે આપણે એક એવા જ મહિલા વિશે વાત કરવાની છે, જેમણે દિવસ રાત એક કરીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી પરંતુ છતાં આ બહેન એ 9 સરકારી નોકરીઓને ઠુકરાવી દીધી.
આ તમામ 9 નોકરીઓ તેમને પોતાની આવડત થકી મળી હતી. હવે તેની પાછળ શું કારણ રહેલું છે, એ જાણવું ખૂબ જ જરૂરી છે. આ કહાની છે પ્રેમીલાની જેણે લેક્ચરર ભરતી પરીક્ષા, તલાટી, ગ્રામ સેવક, મહિલા સુપરવાઈઝર, પોલીસ કોન્સ્ટેબલ અને એલડીસીની પરીક્ષા સહિત 9 પરીક્ષાઓમાં સફળતા મેળવી હતી છતાં પણ આ નોકરીઓ તેને સ્વીકારી નહીં. હવે તમને મનમાં વિચાર જરૂર આવે કે નોકરી કરવી જ નાં હતી 9 પરીક્ષા શા માટે આપી?
પ્રેમીલ હાલમાં નાગોર જિલ્લાની એક સરકારી શાળામાં સીનિયર શિક્ષક તરીકે કાર્યરત છે. 9 પરીક્ષા પાસ કરવી કઠિન હતી અને એ પણ લગ્ન પછી! તેના પતિ અને સાસુ સસરાએ પણ તેને સાથ આપ્યો અને તે આ તમામ પરીક્ષાઓ આપી શકી હતી. પ્રેમીલા એ રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી લેક્ચરર ભરતીમાં પ્રમિલા પ્રથમ વર્ગ શિક્ષકની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં 9મો ક્રમ લાવ્યો હતો.
પરીક્ષા પાસ કરવા સોશિયલ મીડિયા થી દુર થઈને આ સમય દરમિયાન તે ફક્ત કીપેડવાળા મોબાઇલનો ઉપયોગ કરતી હતી.પ્રમિલાની પ્રથમ સરકારી નોકરી વર્ષ 2015માં ત્રીજા ધોરણની શિક્ષિકા હતી. આ પછી તલાટી, ગ્રામ સેવક, એલડીસી અને મહિલા સુપરવાઈઝરની પરીક્ષાઓ પાસ થઈ હતી. તેણે આ બધી નોકરી કેટલીકવાર બે મહિના તો ક્યારેક ત્રણ મહિના સુધી કરી.
આ પછી, 2020માં, તેમણે રાજ્ય જાહેર સેવા આયોગના લેક્ચરર ભરતીમાં પ્રથમ વર્ગ શિક્ષકની પરીક્ષા પાસ કરી અને હવે તે ટૂંક સમયમાં આ નોકરી છોડી દેશે અને તેનું સપનું તો આરએએસ અને યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું છે. પ્રેમિલાને અત્યાર સુધીમાં એસએસસી જીડી, રાજસ્થાન પોલીસ, મહિલા સુપરવાઈઝર, એલડીસી, ગ્રામ સેવક, તલાટી, ત્રીજા ગ્રેડ શિક્ષક, સિનિયર શિક્ષક અને પ્રથમ ગ્રેડ શિક્ષક જેવી સરકારી નોકરી મળી છે. તો, તે રાજ્યની સીટેટ એક વાર અને આરએએસ પ્રી બે વાર પાસ કરી ચૂકી છે.હવે તે આગળ વધુ મહેનત કરીને પોતાનું સપનું જરૂર પુરુ કરશે.