Sports

વર્લ્ડ કપ પહેલા આ દિગ્ગજ ટીમો સાથે સિરિઝ રમશે ટીમ ઈન્ડિયા ! જાણો પુરો સેડયુંલ…

ચાર વર્ષમાં એક વખત યોજાતો ODI વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટની તૈયારી શરૂ કરી દીધી છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સારી પ્રેક્ટિસ સાથે જવા માંગે છે, આવી સ્થિતિમાં મેનેજમેન્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સમાપ્ત થયા બાદ સતત સિરીઝ યોજવાના મૂડમાં છે.

ભારતીય ટીમના તમામ ખેલાડીઓ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. તેઓ 2 મહિના માટે તેમની સંબંધિત ટીમોને સેવાઓ પ્રદાન કરશે. આ પછી જૂનની શરૂઆતમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. તે પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે.

ડબલ્યુટીસી ફાઈનલ પછી ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ આ પ્રમાણે રહેશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, IPL અને WTC ફાઈનલ પછી તરત જ, BCCI શ્રીલંકા અથવા અફઘાનિસ્તાન સાથે ત્રણ મેચની હોમ સિરીઝનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય જુલાઈમાં ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ શક્ય છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં કુલ 10 મેચ રમશે. જેમાંથી બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે અને પાંચ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. આ શ્રેણીની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!