Sports

IPL 2023 મા kkr ની ટીમ ને મળ્યો નવો જ કેપ્ટન?? જાણો કોણ છે ભારતીય ટીમ નો આ યુવા ખેલાડી….

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મોટા સમાચાર છે. KKRએ શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં 29 વર્ષીય નીતિશ રાણાને કપ્તાની સોંપી છે. શ્રેયસ અય્યર હાલમાં પીઠની ઈજાથી ઝઝૂમી રહ્યો છે અને તે સમગ્ર આઈપીએલ 2023 સીઝનમાંથી બહાર થઈ શકે છે. કોલકાતાએ IPL 2023ની તેની પ્રથમ મેચ 1લી એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમવાની છે.

કોલકાતા નાઈટ રાઈડર્સને આશા છે કે શ્રેયસ આઈપીએલ 2023ની કેટલીક મેચો માટે ચોક્કસપણે ઉપલબ્ધ રહેશે. કેકેઆરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ભાગ્યશાળી છીએ કે નીતીશને વ્હાઇટ-બોલ ક્રિકેટમાં તેના રાજ્યની કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે અને તે 2018 થી KKR સાથે સંકળાયેલો છે, આશા છે કે તે સારું કરશે.”

KKRએ વધુમાં જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત અને સપોર્ટ સ્ટાફના નેતૃત્વમાં નીતીશ રાણાને મેદાનની બહાર જરૂરી તમામ સપોર્ટ મળશે. આ સાથે ટીમના અનુભવી ખેલાડીઓ તેને પૂરો સાથ આપશે, જેની નીતીશને મેદાન પર જરૂર પડી શકે છે. અમે તેને તેની નવી ભૂમિકામાં શુભેચ્છા પાઠવીએ છીએ અને શ્રેયસના સંપૂર્ણ અને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ.

નીતિશ રાણા KKRના આઠમા કેપ્ટન હશે ?
1. સૌરવ ગાંગુલી – 27 મેચ, 13 જીત, 14 હાર
2. બ્રેન્ડન મેક્કુલમ – 13 મેચ, 3 જીત, 9 હાર, 1 ડ્રો
3. ગૌતમ ગંભીર – 122 મેચ, 69 જીત, 51 હાર, 1 ડ્રો, 1 પરિણામ નથી
4. જેક કાલિસ – 2 મેચ, 1 જીત, 1 હાર
5. દિનેશ કાર્તિક – 37 મેચ, 19 જીત, 17 હાર, 1 ડ્રો
6, ઇઓન મોર્ગન – 24 મેચ, 11 જીત, 12 હાર, 1 ડ્રો
7. શ્રેયસ અય્યર – 14 મેચ, 6 જીત, 8 હાર

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!