International

વિરાટ કોહલીના ક્રિકેટિંગ કરિયરને લઈને સુનિલ ગાવસકરે આપ્યું ખુબ ચોકવી દેતું નિવેદન!! જાણો શું કહ્યું?

IPL 2023ની શરૂઆતથી જ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતે T20 ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમમાં નવા ખેલાડીઓને તક આપવી જોઈએ. પરંતુ વિરાટ કોહલીએ સિઝન-16માં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે પછી પ્રશંસકોની પ્રતિક્રિયા આવવા લાગી છે કે કોહલી હજુ પણ T20 ટીમમાં સ્થાન ધરાવે છે. કિંગ કોહલીએ આ વર્ષે IPLમાં રમાયેલી 14 મેચોમાં 53.25ની શાનદાર એવરેજથી 639 રન બનાવ્યા છે. તે લીગ સ્ટેજ પછી IPL 2023 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને રહ્યો. કોહલીએ લીગ સ્ટેજમાં બે બેક ટુ બેક સદી પણ ફટકારી હતી. હવે લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે T20 ક્રિકેટમાં પૂર્વ ભારતીય કેપ્ટનના ભવિષ્યને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.

ગાવસ્કરનું કહેવું છે કે કોહલી જે રીતે રન બનાવી રહ્યો છે તે જોતા જો તે સિલેક્ટર હોત તો તેણે આ વર્ષે જૂન અને જુલાઈમાં યોજાનારી ટી-20 સિરીઝ માટે ચોક્કસપણે કોહલીની પસંદગી કરી હોત.

ગાવસ્કરે સ્પોર્ટ્સ ટોકને કહ્યું, ‘આવતા વર્ષે (2024માં) T20 વર્લ્ડ કપ થશે અને તે પહેલા IPL હશે. વિરાટે આ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જો તે આગામી આઈપીએલમાં આ રીતે જ સ્કોર કરતો રહેશે તો મને લાગે છે કે તેને ટીમ ઈન્ડિયામાં લેવામાં આવે.તેમજ તેના વર્તમાન ફોર્મને ધ્યાનમાં લઈને જો ભારત આગામી કેટલાક મહિનામાં અન્ય કોઈ ટીમ સામે ટી-20 શ્રેણી રમે છે તો તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે. ટીમમાં હોવું જોઈએ

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!