Sports

PAk ના આ ખિલાડીએ એવુ નિવેદન આપ્યું કે જાણતા જ સોશિયલ મીડીયા પર ખીલ્લી ઉડી ગઈ! કહ્યું ‘હું હોત તો…

વર્ષ 2022માં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ટાઈટલ જીત્યું હતું. ફાઇનલમાં પાકિસ્તાનની ટીમનો પરાજય થયો હતો. આ મેચને લગભગ 7 મહિના થઈ ગયા છે. હવે પાકિસ્તાન ટીમના સ્ટાર બોલર શાહીન શાહ આફ્રિદીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ‘જો હું ફાઈનલમાં ઈજાગ્રસ્ત ન થયો હોત તો હું પાકિસ્તાન માટે વર્લ્ડ કપ જીત્યો હોત’.

ઈએસપીએન ક્રિકઈન્ફો પર વાતચીત દરમિયાન શાહીન આફ્રિદીએ 2022માં રમાયેલા ટી20 વર્લ્ડ કપ વિશે કહ્યું કે ‘ચોક્કસપણે દરેક ખેલાડીનું પોતાના દેશ માટે વર્લ્ડ કપનું ટાઈટલ જીતવાનું સપનું હોય છે. મને હજુ પણ 2021નો T20 વર્લ્ડ કપ યાદ છે. આ સિવાય 2022ના વર્લ્ડ કપમાં જો હું નિર્ણાયક સમયે ઈજાગ્રસ્ત ન થયો હોત તો કદાચ અમે વર્લ્ડ કપ જીતી શક્યા હોત. કદાચ જો હું ફિટ હોત અને બોલિંગ કરી હોત તો અમે ટૂર્નામેન્ટ જીતી શક્યા હોત. જોકે ઈજા ગમે ત્યારે થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે 2022ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો આમને-સામને હતી. આ મેચમાં શાહીન શાહ આફ્રિદી ઈજાગ્રસ્ત થયો હતો. તે માત્ર 2.1 ઓવર જ ફેંકી શક્યો હતો. તેણે 13 રનમાં 1 વિકેટ પણ લીધી હતી. આફ્રિદીની ઈજાને કારણે પાકિસ્તાનની ટીમને ઘણું સહન કરવું પડ્યું હતું અને પાકિસ્તાન તે મેચ હારી ગયું હતું.

વર્લ્ડ કપ ફાઇનલમાં ઇજાગ્રસ્ત શાહીન આફ્રિદી ઇંગ્લેન્ડ સામે 3 ટેસ્ટ અને ન્યૂઝીલેન્ડ સામે 2 ટેસ્ટ અને 3 વનડે રમી શક્યો નહોતો. આના પર શાહિને કહ્યું કે, ‘જ્યારે તમે ઈજાને કારણે ઘરેલુ મેચો રમી શકતા નથી, ત્યારે તે નિરાશાજનક અને મુશ્કેલ હોય છે. હું ટેસ્ટ ન રમી શકવાથી વધુ નારાજ હતો, કારણ કે મને ટેસ્ટ ક્રિકેટ વધુ ગમે છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!