Sports

Ipl માં આટલુ સારુ પ્રદર્શન કર્યા બાd પણ શુભમન ગિલને WTC ફાઇનલમાં પડી શકે છે આ મિશ્કેલી… જાણો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થવા જઈ રહ્યો છે. આ મેચ બુધવારે એટલે કે 7 જૂનથી લંડનના ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ આ મેચ પહેલા IPL રમીને આવી રહ્યા છે. આ ખેલાડીઓમાં શુભમન ગિલનું નામ પણ સામેલ છે. ગિલ માટે આઈપીએલની 16મી સિઝન કોઈ સપનાથી ઓછી ન હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ગિલ WTC ફાઇનલમાં પણ તેનું શાનદાર ફોર્મ જાળવી રાખશે. પરંતુ આ બેટ્સમેને ફાઈનલ મેચ પહેલા અલગ જ નિવેદન આપ્યું છે.

શુભમન ગિલે ભારપૂર્વક કહ્યું હતું કે આ પાંચ દિવસીય મેચ T20થી સંપૂર્ણપણે અલગ હશે. ગુજરાત ટાઇટન્સ માટે આ વર્ષની IPLમાં 60ની એવરેજથી 890 રન સાથે ગિલ ટુર્નામેન્ટનો સૌથી સફળ બેટ્સમેન હતો. આ દરમિયાન તેણે ત્રણ સદી પણ ફટકારી હતી. ગિલે આઈસીસીને કહ્યું કે તે તમને (આઈપીએલથી) થોડો આત્મવિશ્વાસ આપે છે, પરંતુ મને લાગે છે કે તે સંપૂર્ણપણે અલગ મેચ હશે. તે આ રમતને મનોરંજક બનાવે છે, તેણે કહ્યું. ગયા અઠવાડિયે અમે સંપૂર્ણપણે અલગ વાતાવરણમાં રમી રહ્યા હતા અને હવે તે એક નવા પ્રકારનો પડકાર હશે. આ બાબત ટેસ્ટ મેચોને રોમાંચક બનાવે છે.

ગિલ એ ભારતીય ટીમનો ભાગ હતો જેને 2021માં સાઉધમ્પ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ ફાઇનલમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જમણા હાથના બેટ્સમેને તે મેચમાં 28 અને 8 રન બનાવ્યા હતા. 23 વર્ષીય કલાત્મક બેટ્સમેને કહ્યું કે તેની ટીમે તે નિરાશાજનક હારમાંથી ઘણું શીખ્યું. તેણે કહ્યું કે અમે તે વસ્તુઓ વિશે વાત કરી રહ્યા છીએ જે અમે એક ટીમ તરીકે શીખ્યા છીએ. અમે તે મેચની બેટિંગ વિશે પણ ચર્ચા કરી રહ્યા છીએ. આશા છે કે અમે ગત વખતે કરેલી ભૂલોને સુધારી શકીશું.

તમને જણાવી દઈએ કે WTC ફાઈનલ મેચમાં શુભમન ગિલ ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરશે. રોહિતનું ફોર્મ છેલ્લા કેટલાક સમયથી ખરાબ રહ્યું છે, પરંતુ ગિલનું અત્યાર સુધીનું વર્ષ શાનદાર રહ્યું છે. છેલ્લી વખત ખિતાબથી ચુકી ગયેલી ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચમાં આ બંને ખેલાડીઓ પાસેથી ઘણી આશાઓ રાખવા જઈ રહી છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!