કુલધારા એક એવું ગામ જેને ભૂતોના ગામ તરીકે ઓળખાય છે,ગામના લોકો ઘર છોડીને ભાગી ગયા…
ભારતમાં અનેક એવા ગામ આવેલા છે, જે ખૂબ જ ભયંકર અને ભૂત અને પ્રેત આત્માનું ઘર ગણવામાં આવ્યું છે. ત્યારે ખરેખર આજે આપણે વાત કરના રાજસ્થાન જિલ્લા ના જેસલમેર ગામની જ્યાં વર્ષો સુધી કુલધારા ગામ ની છાપ ભૂતોના વાસ તરીકે ગણવામાં આવતી. વાત એ નવાઈની છે કે,રાસ્થાન સરકારે પણ આ જગ્યા ને ટુરિઝમ માટે ખુલ્લી મુકવાનું વિચારેલું.
કુલધારા ગામ સ્થાપના 13 મી સદી માં બ્રાહ્મણોએ કરી હતી જે પાલી થી જેસલમેર ક્ષેત્ર માં રહેવા આવ્યા હતાઆ ગામ એટલે સુમસાન બન્યું કારણ કે, 19 મી સદી 20 મી સદી માં બતાયા ગયા કારણો અનુસાર ગામ નું નિર્જન થવા નું કારણ પાણી ની કસર અને સલીમસિંહ નામના એક દીવાન નો જુલ્મ હતો.
વાત જાણે એમ છે કે, વર્ષ 1815 માં ગામ ના ઘણા કુવા સુકાઈ ગયા હતા 1850 માં અહીં 1 કદમ કૂવો અને બે ઉડા કુવા ચાલુ હતા ગામમાં ખાલી એક જગ્યાએ જ પાણી સ્થિર જમા હતું બાકી બધી નદીઓ અને કુવા સુકાઈ ગયા હતા ગામમાં પૂરું પાણી ન હોવાથી ખેતી કરવાનું મુશ્કેલ થયું હતું અને ઉપર થી જેસલમેર રાજ્ય મહેસુલ ની માગણી કરતું.
આ દરમિયાન બન્યું એવું કે,આ પરિસ્થિતિ ના કારણે પાલીવાલ બ્રાહ્મણો એ કુલધારા ગામ છોડી દીધું સ્થાનિક લોકો ના કેહવા મુજબ જેસલમેર ના નિર્દયી દીવાન સલીમ સિંહ ગામ વાળા જોડે જબર જસ્તી વધારે મહેસુલ વસૂલ કરતો હતો. 17-18 મી સદી માં જનસંખ્યા 1588 હતી જે 1815 માં 800 થઇ અને 1890 માં માત્ર 37 થઈ ગઈ હતી જ્યારે ભૂતપૂર્વ જાણકારો મુજબ ગામ ના માણસો એ કંટાળી ને રાતો રાત ગામ છોડી દીધું હતું એનાથી જોડાયેલ કહાની મુજબ કપટી મંત્રી સલીમસિંહ એક સ્ત્રી ના પ્રેમ માં પડ્યો હતો.
મંત્રી એ પોતાના સૈનિકો મોકલી જબરજસ્તી એ સ્ત્રી ને પોતાની પાસે લાવવા કહ્યું. 2017 માં એબી રોય દ્વારા વર્તમાન વિજ્ઞાન નો કરાયેલ અભ્યાસ મુજબ ભૂકંપ ના લીધે કુલ ધારા અને એની આજુ બાજુના ગામ નાશ થઇ ગયા લેખકો ના અનુસાર ગામના પડી ગયેલા મકાનો ને ભૂકંપ ના પુરાવા માટે બતાવ્યા છે.
સ્થાનિક લોકો ના અનુસાર જ્યારે પાલીવાલ ગામ છોડી ને જઇ રહ્યા હતા ત્યારે તેમણે શ્રાપ આપ્યો હતો કે કોઈ બીજું અહીં હક નઈ જમાવી શકે એના પછી જે લોકો એ પણ અ હીં રેવાનું વિચાર્યું તેમને કેટલીય વિચિત્ર ઘટનાઓ નો સામનો કરવો પડ્યો આ કારણ થી આ ગામ ઉજ્જડ ને ઉજ્જડ જ રહ્યું. આ ગામ એકદમ જ વેરાન બની ગયું.