અપ્સરા થી અતિ સુંદર એક જાસૂસ મહિલા જેને કોઈને અડ્યા વગર જ 50 વ્યક્તિનો જીવ લીધો.
જગતમાં સ્ત્રીઓનું પ્રભુત્વ ખૂબ જ છે, આ વાત તો આપણે પણ જાણીએ છે. પરતું એ વાત સત્ય છે કે, જગતમાં યુગો યુગો થી સ્ત્રીઓ અનેક ઋષિઓ મુનિઓના તપ ભંગ કર્યા હોય છે. તેનું કારણ છે આ અપ્સરાઓની સુંદરતા. અને સુંદરતા ખરેખર હદય સ્પર્શ કરે છે. ત્યારે ખરેખર આજે અમે આપને વાત કરીશું એક એવી સ્ત્રી વિશે જે જાસૂસ હતી અને તેની ગણવા એક શ્રેષ્ઠ જાસૂસમાં ગણવામાં આવેછે.
આપણે જાસૂસ તો ઘણા જોયા અને હશે અને તેની આવડત અને બુદ્ધિમતા થી અનેક કઠિન કાર્યોને સફળ બનાવ્યા હશે. પરતું આજે અમે જે સ્ત્રી વિશે વાત કરી રહ્યા છે એ મહિલા હાથ અડાવ્યા વગર જ 50 લોકો નું મુત્યુ કર્યું છે. ખરેખર આ વાત ખૂબ જ રસપ્રદ છે અને હદય કંપાવી ઉઠાવે એવી છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ મહિલા કોણ છે જેને અનેક પુરુષો ન જીવ લીધા.
માતા હરિનો જન્મ વર્ષ 1876 માં નેધરલેન્ડમાં થયો હતો. તેમ છતાં તેનો ઉછેર પેરિસમાં થયો હતો. માતા હરિ તેમની જાસૂસી દુનિયાનું નામ હતું, તેમનું સાચું નામ ગર્ટ્રુડ માર્ગારેટ ઝેલ હતું. માતા હરિ એક સારા જાસૂસ હોવાની સાથે સાથે અદભૂત નૃત્યાંગના પણ હતા. તેની સુંદરતા પણ અજોડ હતી. ઘણા લોકો તેની સુંદરતાની જાળમાં ફસાઈ જતા હતા. મહિલાને પહેલી નજરે જોતા જ કોઈને શંકા ન થઈ કે તે ખતરનાક જાસૂસ છે.
જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે જર્મનીએ માતા હરિ પોતાના જાસૂસ બનવા અઢળક પૈસા આપેલા પણ તેઓ જર્મનીની જાસૂસ બની પરંતુ કેટલાક લોકો તેને ડબલ જાસૂસ પણ માનતા હતા. એટલે કે, તે બંને પક્ષોની જાસૂસી કરતી હતી એવું જાણવા મળ્યું. જ્યારે માતા હરિ સ્પેન જઈ રહ્યા હતા, ત્યારે તેમને ઈંગ્લેન્ડના ફલમાઉથ બંદરે ગુપ્તચર એજન્સી દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેઓને શંકા હતી કે માતા હરિ ફ્રાન્સ અને બ્રિટનની જાસૂસી કરી રહ્યા હતા અને તમામ ગુપ્ત માહિતી જર્મનીને આપી રહ્યા હતા.
આ જ કારણ હતું કે ફ્રાન્સ અને બ્રિટનની જાસૂસી એજન્સીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે આના કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા, ત્યારે તેના પર ડબલ એજન્ટ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પછી, ફ્રાન્સમાં તેમને ગોળી મારીને હત્યા કરવામાં આવી.માતા હરિના મૃત્યુ પછી પણ તેમના સંબંધિત રહસ્યો ઓછા થયા નથી. તેનો મૃતદેહ પેરિસની મેડિકલ સ્કૂલને ડિસેક્શનમાં ઉપયોગ માટે આપવામાં આવ્યો હતો. જોકે બાદમાં તેનો ચહેરો એનાટોમી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ મ્યુઝિયમમાંથી તેનો ચહેરો અચાનક ગાયબ થઈ ગયો. તેના ગુમ થયા બાદ આજદિન સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.
સૌથી મહત્વની વાત એ છે કે, તેમના લીધે અનેક વ્યક્તિઓના મુત્યુ થયા અને પરતું તેમણે ક્યારેય કોઈને હાથ ન આડાવ્યો કારણ કે, માતા હરિએ પોતે કોઈની હત્યા કરી ન હતી, પરંતુ તેની જાસૂસીને કારણે 50 હજાર ફ્રેન્ચ સૈનિકો માર્યા ગયા હતા. વર્ષ 1931 માં માતા હરિના જીવન પર હોલીવુડ ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. અભિનેત્રી ગ્રેટા ગરબો આમાં મુખ્ય અભિનેત્રી હતી