Sportsviral video

વિરાટ કોહલી બાકી જબરો છે હો!! આવેશ ખાનની એવી નકલ કરી કે જોનાર સૌનું હાસ્ય છૂટ્યુંઝ ખુદ આવેશ હસવા લાગ્યો… જુઓ વિડીયો

IPL 2024માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ તેની 6ઠ્ઠી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સાથે 11 એપ્રિલે વાનખેડે મેદાન પર રમવાની છે. અત્યાર સુધી RCBની ટીમ 5 મેચમાં માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે અને ટીમ પોઈન્ટ ટેબલ પર 9મા સ્થાને છે.પરંતુ ટીમનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ખૂબ જ સારા ફોર્મમાં છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે આ સિઝનની પ્રથમ સદી પણ ફટકારી હતી. તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ સામેની મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી એક વર્ષ પહેલાની ઘટનાનો બદલો લેતો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલીએ IPL 2024માં રાજસ્થાન રોયલ્સ સામે ખૂબ જ શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ રાજસ્થાન સામે ઝડપી બોલર અવેશ ખાનને ફટકાર્યો હતો. જ્યારે જયપુરના મેદાન પર વિરાટ કોહલીએ 16મી ઓવરમાં અવેશ ખાનની બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારપછી તેણે હેલ્મેટને જમીન પર પટકાવવાનો ઈશારો કર્યો.આ જોઈને અવેશ ખાન પણ આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ કે, આઈપીએલ 2023માં આવું જ કંઈક થયું હતું. આ વિડીયો જોયા બાદ હવે ચાહકો કોહલીના જોરદાર વખાણ કરી રહ્યા છે અને તેઓ માને છે કે ગમે તે થાય, કોહલી બદલો લેવાથી ક્યારેય ડરતો નથી.

IPL 2023માં RCB અને લખનઉ વચ્ચે રમાયેલી મેચમાં જ્યારે લખનૌએ છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હતી. ત્યારપછી ઝડપી બોલર અવેશ ખાને તેનું હેલ્મેટ ઉતાર્યું અને ઉજવણીમાં તેને જમીન પર ફેંકી દીધું. જ્યારે વિરાટ કોહલીને આ સેલિબ્રેશન પસંદ નથી અને તે પછી IPL 2023માં લખનૌ અને RCB વચ્ચે બીજી ઘણી ઘટનાઓ જોવા મળી હતી.અવેશ ખાન લખનૌ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. જેના કારણે અવેશ ખાન આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમી રહ્યો છે. પરંતુ વિરાટ કોહલીએ IPL 2023માં ખૂબ જ ખાસ રીતે બદલો લીધો હતો.

તમને જણાવી દઈએ કે હવે RCB ટીમે આગામી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે અને આ મેચમાં પણ વિરાટ કોહલી શાનદાર ઈનિંગ રમતા જોવા મળી શકે છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધી વિરાટ કોહલીએ પાંચ મેચમાં 105ની એવરેજ અને 146ના સ્ટ્રાઈક રેટથી 316 રન બનાવ્યા છે.જેમાં બે અડધી સદી અને એક સદીનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, વિરાટ કોહલીનો મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. આ કારણે આપણને વાનખેડે મેદાન પર વિરાટ કોહલીની મોટી ઇનિંગ્સ જોવા મળી શકે છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!