EntertainmentGujarat

કહો ના પ્યાર થી..શરૂ કરી ગદ્દર જેવી સુપર હીટ ફીલ્મો આપનાર અમિષા પટેલ આ ગામ થી છે ??? જાણો એવી ખાસ વાત કે …..

બૉલીવુડની સુપર ડુપર હિટ ફિલ્મ 22 વર્ષ પછી જ્યારે સિનેમા ઘરોમાં આવી છે, ત્યારે આ ફિલ્મે સિનેમા ઘરોમાં ધૂમ મચાવી દીધી છે. ગદર ફિલ્મથી ગુજરાતી અભિનેત્રી અમિષા પટેલને સકીના પાત્ર થકી ઓળખાણ મળી. આ ફિલ્મ દ્વારા ફરી એકવાર તે ચર્ચામાં આવી છે, અનેક ફિલ્મોમાં કામ કર્યું પણ અમિષાનું ફિલ્મી કરિયર નિષ્ફ્ળ જ રહ્યું પરંતુ ગદર 2 દ્વારા ફરી અમિષા પટેલના જીવનમાં બદલાવ આવ્યો છે, ચાલો અમે આપને અમિષા પટેલની ફિલ્મી કારકિર્દી વિષે જણાવીએ.


અમીષા પટેલ બૉલીવુડની અભિનેત્રી છે પરંતુ તે મૂળ તો ગુજરાતી છે. અમિષા પટેલનો જન્મ 9 જૂન 1976 ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. અમીષા અમિત અને આશા પટેલની પુત્રી અને અસ્મિત પટેલની બહેન છે. અમિષા વકીલ-રાજકારણી બેરિસ્ટર રજની પટેલની પૌત્રી છે, જેઓ મુંબઈની કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ હતા અમિષા પટેલે વર્ષ 2000ની બ્લોકબસ્ટર રોમેન્ટિક થ્રિલર ફિલ્મ કહો ના…પ્યાર હૈથી અભિનયની શરૂઆત કરી હતી.

મિષા પટેલની ફિલ્મી કારકિર્દીમાં -ગદર: એક પ્રેમ કથાની સૌથી સફળ ફિલ્મ રહી છે. જે હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક બની હતી તેમાં પ્રસિદ્ધિ મેળવી હતી.જેના કારણે તેને ફિલ્મફેર સ્પેશિયલ પરફોર્મન્સ એવોર્ડ મળ્યો. ગદ્દર ફિલ્મ માટે ઓડિશન આપવા આવેલી 500 માંથી 22 છોકરીઓનું સ્ક્રીન ટેસ્ટ કરવામાં આવ્યું હતું.જેમાંથી અમિષા પટેલ સિલેક્ટ થયેલ. આ ફિલ્મ વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી, તેમજ ભારતમાં ₹973 મિલિયનની કમાણી કરીને 21મી સદીની સૌથી મોટી હિટ ફિલ્મ બની હતી.

અમીષાએ પછીથી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાંથી મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ. અમિષા પટેલે તેલુગુ ભાષાની ફિલ્મ, બદ્રીમાં, તેણીએ પવન કલ્યાણ સાથે અભિનય કર્યો હતો. ભારતમાં ₹120 મિલિયનની કમાણી કરીને આ ફિલ્મને મોટી સફળતા મળી હતી.વર્ષ 2002 માં, પટેલને સતત ચાર નિષ્ફળતા મળી હતી પરંતુ તેણીની ફિલ્મ હમરાઝ બોક્સ ઓફિસ પર વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી.

અમિષા પટેલે પોતાના અભિનયથી ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર માટે નોમિનેશન મળ્યું હતું. વર્ષ 2003 થી 2006 સુધી, પટેલની અભિનય કારકિર્દીમાં મંદી આવી. હમરાઝની સાપેક્ષ સફળતા છતાં, પટેલની અસફળ ફિલ્મોનો સિલસિલો 2006 સુધી ચાલુ રહ્યો, જોકે તેણે ક્યા યેહી પ્યાર હૈ સાથે બોક્સ ઓફિસ પર સાધારણ સફળતા મેળવી હતી. ફરી એકવાર હવેગદર ફિલ્મ દ્વારા બૉલીવુડમાં નામના મેળવી છે. આજે પણ સકીના તરીકેનું પાત્ર લોકોના દિલમાં એવું જ છે, જેવું 22 વર્ષ પહેલા હતું. અમિષા પટેલ એક ગુજરાતી છે, આપણે સૌને ગર્વ હોવો જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here