Sports

પેહલી ઇનિંગમાં સિરાજ તો બીજી ઇનિંગમાં બુમરાહ ઝળક્યો !! ફક્ત આટલી ઓવરમાં તો આફ્રિકાની બેટિંગ ઢાળી દીધી…કેટલી વિકેટ લીધી ?

ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી અને છેલ્લી ટેસ્ટની બીજી ઇનિંગમાં પોતાની શાનદાર બોલિંગથી ઈતિહાસ રચી દીધો હતો. બુમરાહે બીજા દાવમાં 61 રનમાં 6 વિકેટ લીધી હતી અને ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વર્નોન, માર્કો જેન્સેન, કેશવ મહારાજ અને લુંગી એનગિડીને પોતાનો શિકાર બનાવ્યા હતા. બુમરાહે પ્રથમ દાવમાં 2 વિકેટ પણ લીધી હતી. આ સાથે તેણે ઘણા ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા.

બુમરાહ કેપટાઉનમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો વિદેશી બોલર બની ગયો છે. 2018માં આ મેદાન પર ટેસ્ટ ડેબ્યૂ કરનાર બુમરાહે આ મેદાન પર 3 મેચમાં 18 વિકેટ ઝડપી છે. આ બાબતમાં તેણે શેન વોર્નને પાછળ છોડી દીધો, જેણે 1994 થી 2006 વચ્ચે કેપટાઉનમાં 3 ટેસ્ટમાં 17 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડનો કોલિન બ્લિથ 25 વિકેટ સાથે પ્રથમ સ્થાને છે.

બુમરાહે દક્ષિણ આફ્રિકામાં ત્રીજી વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારત માટે સૌથી વધુ વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાની બાબતમાં સંયુક્ત પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. બુમરાહે પૂર્વ બોલર જવાગલ શ્રીનાથની બરાબરી કરી હતી.બુમરામ ભારત (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) માટે સૌથી વધુ વખત એક દાવમાં 5 વિકેટ લેવાની બાબતમાં સંયુક્ત રીતે પ્રથમ અને બીજા ક્રમે છે. છઠ્ઠી વખત આ પરાક્રમ કરીને બુમરાહે ઝહીર ખાન અને બી ચંદ્રશેખરની બરાબરી કરી લીધી.

બીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ તેના બીજા દાવમાં 3 વિકેટના નુકસાન પર 62 રનથી આગળ આવી ગઈ હતી. આ પછી એડન માર્કરામની સદીના આધારે દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 36.5 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં 98 રનથી પાછળ પડ્યા બાદ ભારતને 79 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

માર્કરામે તોફાની શૈલીમાં બેટિંગ કરી અને 103 બોલમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા. તેના સિવાય અન્ય તમામ ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!