Sports

કેપટાઉનના મેદાનમાં ભારતે આફ્રિકાને હરાવીને રચી દીધો ખુબ મોટો ઇતિહાસ !! જીતનો હીરો રહ્યો આ ખાસ ખિલાડી…જાણો

79 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતને બીજી ઈનિંગમાં 44 રનના કુલ સ્કોર પર યશસ્વી જયસ્વાલના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો. આ પછી શુભમન ગિલ (10) અને વિરાટ કોહલી (12)ની વિકેટ પણ પડી હતી. આ પછી સુકાની રોહિત શર્મા એક છેડે છવાયેલો રહ્યો અને ભારતને જીતની સીમા પાર કરાવી. જયસ્વાલે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા, જ્યારે રોહિતે 17 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારતે માત્ર 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

બીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ તેના બીજા દાવમાં 3 વિકેટના નુકસાન પર 62 રનથી આગળ આવી ગઈ હતી. આ પછી એડન માર્કરામની સદીના આધારે દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 36.5 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં 98 રનથી પાછળ પડ્યા બાદ દક્ષિણ આફ્રિકાએ ભારતને 79 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

માર્કરામે તોફાની શૈલીમાં બેટિંગ કરી અને 103 બોલમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા. તેના સિવાય અન્ય તમામ ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા.જસપ્રિત બુમરાહે બીજી ઇનિંગમાં ભારત માટે શાનદાર બોલિંગ કરી અને સૌથી વધુ 6 વિકેટ લીધી. આ સિવાય મુકેશ કુમારે 2, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ લીધી હતી.

નોંધનીય છે કે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દિવસે માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ 15 રનમાં 6 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતીય ટીમે 153 રન બનાવીને નોંધપાત્ર લીડ મેળવી હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!