Sports

સીરાજ ને છેડવો ભારે પડ્યો??? લિટન દાસ ને પછી ને દડે જ કર્યો ક્લીન બોલ્ડ…જુઓ વિડીઓ

ભારત-બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ મેચના (India Bangladesh First Test Match) બીજા દિવસે ભારતીય બોલર્સે ધમાલ મચાવી હતી. મહંમદ સિરાજ (Mohammed Siraj) અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશના બેટ્સમેનો ટકી શક્યા નહોતા. કુલદીપ યાદવે 4 અને સિરાજે 3 વિકેટ લીધી હતી. અડધા દિવસમાં બાંગ્લાદેશે 8 વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસના અંતે બાંગ્લાદેશનો સ્કોર 133/8 રહ્યો હતો. બાંગ્લાદેશ હજુ પણ ભારતથી 271 રન પાછળ છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 404 રનમાં સમેટાઈ ગયો હતો, ત્યારબાદ બાંગ્લાદેશી ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. બાંગ્લાદેશી ચાહકોને આશા હતી કે તેમના બેટ્સમેનો શાનદાર શરૂઆત કરશે. પરંતુ મોહમ્મદ સિરાજે યજમાન ટીમની કમર તોડી નાંખી હતી. મોહમ્મદ સિરાજે પ્રથમ પાંચમાંથી ત્રણ વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ્સની 14મી ઓવરમાં કંઈક એવું બન્યું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મોહમ્મદ સિરાજની ઓવરના પહેલા બોલને લિટન દાસે ગલી તરફ ફટકાર્યો હતો. સિરાજે લિટન દાસ તરફ જોઈને કંઈક કોમેન્ટ કરી હતી. ત્યારે બાંગ્લાદેશી બેટ્સમેને એવો ઈશારો કર્યો જાણે તેણે કંઈ સાંભળ્યું જ ન હોય. બંને ખેલાડીઓ એકબીજા સાથે લડવા માટે ખૂબ નજીક આવી ગયા હતા. જોકે, તરત જ ઓનફિલ્ડ અમ્પાયરે દરમિયાનગીરી કરીને કોઈક રીતે મામલો શાંત પાડ્યો હતો.

થોડી જ વારમાં સિરાજે ઓવરના બીજા બોલ પર લિટન દાસને બોલ્ડ કર્યો હતો. સિરાજે સૌથી પહેલા હોઠ પર આંગળી મૂકીને ઉજવણી કરી હતી. ત્યાર બાદ કોહલીએ પણ સિરાજ સાથે જોડાયો હતો અને બંનેએ કાન પર હાથ રાખીને લિટન દાસને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અશ્વિન અને કુલદીપ યાદવે બેટિંગમાં કમાલ દેખાડ્યો. આ અગાઉ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) અને કુલદીપ યાદવની (Kuldeep Yadav) જોડીએ ભારતની ઈનિંગને આગળ ધપાવી હતી. અશ્વિને અર્ધ સદી ફટકારી હતી. તે 58 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે કુલદીપ યાદવ અર્ધસદી ચૂક્યો હતો. તે 40 રન બનાવી શક્યો હતો. બંનેએ આઠમી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી જેના કારણે ભારત 400 રનને પાર કરી શક્યું હતું.

પુજારા અને અય્યરે પહેલાં દિવસે અર્ધસદી ફટકારી. ચિત્તાગોંગમાં રમાઈ રહેલી ભારત-બાંગ્લાદેશ ટેસ્ટના પહેલાં દિવસે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માની ઈજાના લીધે આ મેચમાં કે.એલ. રાહુલને કમાન સોંપવામાં આવી છે. પ્રથમ ઈનિંગમાં ચેતેશ્વર પુજારા (90), શ્રેયસ અય્યર (86), રવિચંદ્રન અશ્વિન (58), કુલદીપ યાદવની (40) અર્ધસદીની મદદથી ભારતે 404 રન બનાવ્યા હતા.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!