ભારત મા આ જગ્યા પર છે દુનિયા ની સૌથી મોટી કડાઈ ! જુવો આવી રીતે અંદર રસોઈ બનાવવા મા આવે છે…

વિશ્વમાં અનેક અજબ ગજબ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આજે અમે આપને વિશ્વની એક એવી ઘટના વિશે જણાવશું!ભારતમાં આવેલી એવી જગ્યા પાસે લઈ જશું જ્યાં આ જગ્યા પર છે દુનિયા ની સૌથી મોટી કડાઈ ! આ રસોડાની અંદર કંઈ રીતે રસોઈ બનાવવા મા આવે છે. એના વિશે અમે આપને માહિતગાર કરીશું. આપણે સૌ કોઈ જાણીએ છે કે મોટી સંસ્થાઓ અને ધર્મશાળા તેંમજ મંદિરોમાં રોજીદા એક લાખ થી વધુ લોકો ભોજન પ્રસાદ લેતા હોય છે.

આવું જે એક દિવ્ય સ્થાન એટલે અજમેર શરીફ ની દરગાહ! આ સ્થાને ભારતની સૌથી મોટી કડાઈ આવેલી હોવાનો દાવો છે. આ કડાઈમાં રોજ આવનાર દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદ બને છે.દરેક ઘરમાં કઢાઈનો ઉપયોગ રસોઈ માટે થાય છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ફૂડ બ્લોગર અમર સિરોહીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લોકોને જાણ કરી હતી. અમરે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ જોયો છે.

આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કડાઈનું વજન 4800 કિલોગ્રામ છે અને તે ભારતની સૌથી મોટી કડાઈ હોવાનું માનવામાં આવે છે. આ કડાઈ લગભગ 450 સો વર્ષ પહેલા બાદશાહ અકબરના સમયથી અહીં હાજર છે અને આજે પણ આ કડાઈમાં આવતા ભક્તો માટે લંગર તૈયાર કરવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આ કડાઈમાં દરગાહમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે લંગર તૈયાર કરવામાં આવે છે.

જાફરાની ચોખા કડાઈમાં બનાવવામાં આવે છે. આ ચોખા બનાવવા માટે પહેલા સફાઈ કરવામાં આવે છે. કહેવાય છે કે બાદશાહ અકબરના સમયથી આ પરંપરા 440 વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવે છે. જાફરાની ચોખા બનાવતી વખતે પાણી, ચોખા, મેડા, ડ્રાયફ્રૂટ્સ, ખાંડ, ઘી સારી રીતે મિક્સ કરવામાં આવે છે અને પછી જ્યારે તે તૈયાર થાય છે ત્યારે દર્શન કરવા આવતા ભક્તોમાં વહેંચવામાં આવે છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here