આપણે સૌ કોઈ બજરંગી ભાઈજાન તો ફિલ્મ જોઈ છે, આ ફિલ્મેં ભારત અને પાકિસ્તાનની શહરદ ની સાથો સાથ ને માનવતાની લાગણીઓના બંધનને ફિલ્મમાં દર્શાવી હતી.આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી અને જેને ભારત અને પાકિસ્તાનનાં સંબંધો થી વિશેષ માનવતાનાં સંબંધો ને દર્શાવી હતી.હાલમાં જ જાણવા મળ્યું છે કે, સલમાન ખાને બજરંગી ભાઈજાન ની સિકવલ પવનપુત્ર ભાઈજાન વિશે જાહેરાત કરી છે, આ ફિલ્મની આતુરતા પહેલા અમે આપને એવી ગુજરાતી બજરંગી ભાઈજાન ફિલ્મ વિશે જણાવીશું જેમની સ્ટોરી તમારાં હદયને સ્પર્શી જશે.
બજરંગી ભાઈજાન જેવા વિષય પર આધારિત પટકથા પર આ પહેલા જ કચ્છનાં પ્રદેશમાં બે ગુજરાતી ફિલ્મો બની છે, જે બજરંગી ભાઈજાન થી વિશેષ છે. આ વિષસ વસ્તુ પર ફિલ્મ બનાવી ગુજરાતી સર્જક વિનોદ ગણાત્રાએ !મધ્યમવર્ગી કચ્છી પરિવારમાંથી આવતા વિનોદભાઈનો જન્મ-ઉછેર-ભણતર મુંબઈમાં જ. કૉલેજશિક્ષણ બાદ મુંબઈની ‘ઝુનઝુનવાલા કૉલેજ’માં ક્લર્કની નોકરી મળી અને અનેક સંઘર્ષ થી તેઓ ડાયરેક્ટર બન્યા અને અનેક ધારાવાહિક સિરિયલો નું નિર્માણ કરીનેપચાસ વટાવ્યા બાદ વિનોદભાઈએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પુનઃ પ્રવેશ કરીને ‘ચિલ્ડ્રન’સ ફિલ્મ સોસાયટી’ માટે ત્રણ બાળફિલ્મો બનાવીઃ ‘હેડા હૂડા,’ ‘લુકા છુપ્પી’ અને ‘હારુન-અરુણ.’ ‘હેડા હુડા’ (2003) અને ‘હારુન-અરુણ’ (2007) એમણે કચ્છ-પાકિસ્તાન સરહદ પરના છેવાડાના ગામમાં, કચ્છના રણમાં સર્જી, જ્યારે ‘લુકા છુપ્પી (2005)’ બનાવી.
હેડા હુડ ફિલ્મ : કચ્છના સોનુ નામના એક બાળકનાં ત્રણ ઊંટ અનાયાસ બોર્ડર ક્રૉસ કરીને પાકિસ્તાન ચાલ્યાં જાય છે, જે પાછાં મેળવવા સોનુ સરહદ પાર કરીને પાકિસ્તાન જાય છે. એક પાકિસ્તાની એને આશરો આપે છે ને બીજે દિવસે સોનુને પાછો સરહદ પાર કરાવી દે છે. અને પ્રોમિસ આપે છે કે એ પેલાં ત્રણ ઊંટ પાછાં મેળવી આપશે. પછી ચાલે છે ઊંટને પાછાં સોંપવાની પ્રક્રિયા, જે બન્ને બાજુથી જટિલ રેડ ટેપમાં અટવાય છે. એક તબક્કે સોનુનું બાળમાનસ વિચારે છેઃ “ઊંટ સાવ સામે તો દેખાય છે. એ સીધાં ચાલીને (સરહદ પાર કરીને) મારી પાસે કેમ આવી ન શકે?”
‘હારુન-અરુણ’માં ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ મૂળ લખપતના રાશિદ (ઉત્કર્ષ મઝમુદાર)ને પાકિસ્તાન વસી જવું પડે છે. વતનઝુરાપો એમને આજે પણ પીડે છે. વયોવૃદ્ધ રાશિદમિયાંની એકમાત્ર ઈચ્છા છેઃ મરતાં પહેલાં એક વાર લખપત જવું, જૂના મિત્રને મળવું. એના પરિવારમાં એકમાત્ર પૌત્ર હારુન છે. દાદા અને પૌત્ર ચોરીછૂપી લખપત જવાની યોજના બનાવે છે, પણ નાટ્યાત્મક વળાંક બાદ બન્ને છૂટા પડી જાય છે, જ્યારે હારુન એકલો લખપત પહોંચી જાય છે. હારુનની જ ઉંમરનો લખપતનો બાળક પોતાની મા વાલબાઈ (રાગિણી)થી છુપાવીને હારુનને આશરો આપે છે, એને જમાડે છે. એ હારુનને અરુણ સમજી બેસે છે. અન્ય બાળમિત્રો એને સાથે આપે છે એના બાળમિત્રો… હીતેન ગણાત્રાની આ વાર્તા પરથી પટકથા-સંવાદ લખેલા ધીરુબહેન પટેલે.
આ ત્રણે ફિલ્મો યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. ખાસ તો ‘હેડા હુડા’ અને ‘હારુન-અરુણ’ જોજો. ઓલમોસ્ટ સેમ સબ્જેક્ટવાળી ખર્ચાળ માતબર નિર્માણવાળી ‘બજરંગી ભાઈજાન’ (2015) સામે આ સાદી, પણ અંતરતાર ઝણઝણાવી મૂકતી ફિલ્મ વધુ સ્પર્શી જશે.ખરેખર આપણે ગુજરાતી હોવાને નાતે ગર્વ હોવો જોઈએ કે, આપણા પાસે આવી સર્જાત્મક છે જેમણે આપણી ભાષાને ખૂબ જ મહત્વ આપ્યું છે, જો આપણે બોલીવુડની ફિલ્મો જોઈ શકતા હોય તો આવી ગુજરાતી ફિલ્મો જરૂર જોવી જોઈએ.