Sports

જો આવું થયું તો સેમિફાઇનલ રમ્યા વગર જ ભારત ફાઇનલ મેચ મા પહોંચી જશે ?જાણો કેવી રીતે

T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં રમનારી ચાર ટીમોના નામ નક્કી થઈ ગયા છે. ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમોએ અંતિમ ચારમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયા ક્વોલિફાયરમાં ટોપ પર રહી છે. હવે ભારતીય ટીમ 10 નવેમ્બરે એડિલેડના મેદાન પર સીધો ઈંગ્લેન્ડ સામે ટકરાશે, જ્યારે તે પહેલા 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ મેચ રમાશે. પરંતુ સેમી ફાઈનલ શરૂ થાય તે પહેલા તમામ ચાહકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે

કે જો વરસાદ સેમીફાઈનલ અને ફાઈનલમાં ખલેલ પહોંચાડશે તો વિજેતાનો નિર્ણય કેવી રીતે થશે. કારણ કે વરસાદે આ ટૂર્નામેન્ટમાં ઘણી મોટી ટીમોની રમત બગાડી છે, પરંતુ જો વરસાદ થાય છે, તો ભારતને આ બાબતનો ફાયદો થઈ શકે છે, .તમને જણાવી દઈએ કે ICCએ તમામ નોક આઉટ મેચો માટે રિઝર્વ ડે રાખ્યો છે. આનો અર્થ એ છે કે વધારાનો દિવસ એટલે કે જો વરસાદને કારણે મેચ 9 કે 10 તારીખે ન રમાય તો મેચ 11 તારીખે પૂરી થઈ શકે છે.

જો રિઝર્વ ડે પર વરસાદના કારણે મેચ નહીં રમાય તો ગ્રુપમાં ટોપ પર રહેલી ટીમ આગળ વધશે. એટલે કે ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમને ફાઇનલમાં સીધી એન્ટ્રી મળશે. અને આ સિવાય જો ફાઈનલ મેચમાં પણ વરસાદ પડશે તો બાકીની મેચ રિઝર્વ ડે પર રહેશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે 9 નવેમ્બરે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.

જો આ મેચમાં વરસાદ થશે તો ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી જશે. તેમજ ન્યુઝીલેન્ડનો રન રેટ પાકિસ્તાન કરતા સારો છે અને ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડનો દેખાવ પાકિસ્તાન કરતા સારો હતો. તેવી જ રીતે જો ભારત અને ઈંગ્લેન્ડની મેચમાં વરસાદ પડશે તો ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી જશે. કારણ કે, ભારતનો રન રેટ ઈંગ્લેન્ડ કરતા સારો છે અને ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં ઈંગ્લેન્ડ કરતા સારૂ પ્રદર્શન કર્યું છે. આથી ભારતને ફાઇનલમાં સીધો પ્રવેશ મળશે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!