Sports

LSG માં રાહુલ બહાર થયો તો તેની જગ્યા એ આવ્યો આ ખતરનાક ખિલાડી! રાહુલ કરતા વધારે સિક્સ ફોર… જાણો કોણ છે આ પ્લેયર…

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની લખનૌ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઈઝી તરફથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લખનૌની ટીમે ટીમના કેપ્ટન કેએલ રાહુલની જગ્યાએ કરુણ નાયરનો સમાવેશ કર્યો છે, જે ઈજાના કારણે આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને પગમાં ઈજા થઈ હતી, જેના પછી એ વાત પણ કન્ફર્મ થઈ ગઈ હતી કે હવે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલ માટે 7 જૂનથી લંડનના ધ ઓવલમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમવું પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે.

જો કે, લખનૌ ફ્રેન્ચાઈઝીએ તેના સ્થાને કરુણ નાયરને ટીમમાં સામેલ કર્યો છે. તમને જણાવી દઈએ કે, કરુણ નાયરે અત્યાર સુધી 76 IPL મેચમાં 1496 રન બનાવ્યા છે. LSGએ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLએ એક નિવેદનમાં કહ્યું, ‘લખનૌ સુપર જાયન્ટ્સે 5 મેના રોજ ઈજાગ્રસ્ત કેએલ રાહુલની જગ્યાએ કરુણ નાયરને ટીમમાં સામેલ કર્યો અને તે બાકીની ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.

IPL 2023 પોઈન્ટ ટેબલમાં લખનૌ સુપર જાયન્ટ્સ હાલમાં બીજા સ્થાને છે. તમને જણાવી દઈએ કે, લખનૌ સુપર જાયન્ટ્સે આ સિઝનમાં અત્યાર સુધી 10 મેચ રમી છે, જેમાંથી તેણે 5 મેચ જીતી છે જ્યારે 4 મેચ હારી છે. ટીમ હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પોઈન્ટ ટેબલમાં 11 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

જોકે, અહીંથી ટુર્નામેન્ટ ઘણી રોમાંચક બની છે. જે ટીમો શરૂઆતમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી તેમાંથી કેટલીક ટીમોએ પોતાની જીતની ગતિ પાછી મેળવી લીધી છે અને હવે તમામ ટીમો વિચારશે કે બાકીની મેચો જીતવી જ પડશે. કરુણ નાયર પાસે આઈપીએલનો ઘણો અનુભવ છે પરંતુ લખનૌ ફ્રેન્ચાઈઝી તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જોવાનું રહે છે.

 

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!