એક સમયે કચરો સાફ કરતી દિકરી કેવી રીતે બની ગઈ ડેપ્યુટી કલેક્ટર, જાણી ને તમે પણ કહેશો કે…
કહેવાય છે ને કે, દરેક સફળ વ્યક્તિની પાછળ એક સંઘર્ષ છુપાયેલ હોય છે. જીવનમાં ક્યારેય કોઈને તાત્કાલિક સફળતાના શિખરો સર નથી કરી શકાતા.આજે આપણે એક એવી મહિલા વિષે વાત કરીશું જેને શહેરોના રસ્તાઓ સાફર કરતી હતી એજ મહિલા આજે ડેપટયુટી કલેકટર તરીકે ની પોતાની ફરજ અદા કરી રહી છે. આ સફળતા રાતો રાત નથી પ્રાપ્ત થઇ પરંતુ અનેક રાતોના ઉજાગરા પછી સોનાનો સુરજ ઊગેલ છે. ચાલો જાણીએ આ મહિલાના જીવનની કહાની વિષે.
આ વાત છે, જોધપુરની આશા કંડારાએ તે કર્યું છે. જેની ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે. આશા કંડારા સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી અને આજે ડેપ્યુટી કલેકટર તરીકે સફર જ અદા કરે છે.સફાઈ કામદાર આશા કંડારાએ દિવસ -રાત મહેનત કરીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આશા કંડારાનું જીવન લાખો યુવાનો માટે એક ઉદાહરણ છે. જેઓ જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માંગે છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આશાએ રાજસ્થાનની સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા RAS નું પેપર આપ્યું હતું. જેનું પરિણામ થોડા દિવસો પહેલા આવ્યું હતું. આશાએ આ પરીક્ષા સારી રેન્ક સાથે પાસ કરીને સફળત મેળવી.જો કે આશા માટે આ યાત્રા કરવી સહેલી નહોતી. આશા ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવી હતી. તેના ખર્ચને પહોંચી વળવા માટે આશાએ સફાઈ કામદાર તરીકે કામ કર્યું. કામ કરતી વખતે આશાએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને રાત -દિવસ મહેનત કરી.
જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશન નોર્થમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી આશાએ વર્ષ 2018 માં રાજસ્થાન વહીવટી સેવાઓની પરીક્ષા આપી હતી અને હવે પરીક્ષા પાસ કરી છે. આશાને તેની મહેનતના બળ પર હવે રાજસ્થાન વહીવટી સેવા માટે પસંદ કરવામાં આવી હતી.આરએએસ પરીક્ષા -2018 નું પરિણામ મંગળવારે રાત્રે જ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આશાએ આરએએસ પરીક્ષા 2018 ના પરિણામોમાં 728 મો ક્રમ મેળવ્યો છે અને એક જ રાતમાં આશા કંડારાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા વર્ષો સુધી કામચલાઉ સફાઈ કામદાર તરીકે કામ કરનાર આશા હવે અધિકારી બનવા જઈ રહી છે. આશાના માથા પર બે બાળકોની જવાબદારી છે. ખરેખર આશા કંડારા તેના પતિ સાથે રહેતી નથી એકલા હાથે બાળકોની જવાબદારી ને સાથે પોતાના ભવિષ્યને સુંદર બનાવવા અનેક મહેનત કરી છે. આશાના કહેવા મુજબ, તેણે 8 વર્ષ પહેલા પતિ સાથે અણબનાવને કારણે ઘર છોડી દીધું હતું.
પોતાની જવાબદારી નિભાવવા માટે આશાએ સફાઈ કામદારનું કામ શરૂ કર્યું. જેથી તે થોડા પૈસા કમાઈ શકે અને પોતાના પરિવારનું ધ્યાન રાખી શકે. જોકે, પોતાની જવાબદારી ઉપાડવા સાથે આશાએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. દિવસ દરમિયાન સફાઈ કર્યા પછી, આશા ઘરે આવતી અને અભ્યાસ શરૂકરેલ . આશા કંડારાએ જણાવ્યું હતું કે તે મહાનગરપાલિકામાં કામ કરતી વખતે સ્કૂટી પર જતી હતી. જ્યાં ફરજ હતી ત્યાં તે સાવરણી કાઢીને સાફ કરતી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓને જોઈને અધિકારી બનવાનો જુસ્સો પણ તેના મનમાં ઉભો થયો.
આશાએ ત્યારથી આ પરીક્ષા આપવાનું મન બનાવ્યું. સ્નાતક થયા પછી, આશાએ આરએએસની તૈયારી શરૂ કરી અને પોતાનું સંપૂર્ણ ધ્યાન ફક્ત સફળ થવા પર જ કેન્દ્રિત કર્યું. આખરે આશાને તેની મહેનતનું ફળ મળ્યું. એક સ્ત્રી ધાર તો કંઈ પણ કરી શકે છે, જીવનમાં દીકરીનું મહત્વ અનેરું છે જે, આજના સમયમાં સૌ માટે ગૌરવ લેવા જેવી વાત છે કે સ્ત્રી જાતિમાં કેટલી શક્તિ હોય છે.